ગૂગલે આ અંદાજમાં કોરોના વૉરિયર્સનો માન્યો આભાર

14 September, 2020 01:04 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ગૂગલે આ અંદાજમાં કોરોના વૉરિયર્સનો માન્યો આભાર

ગૂગલ ડૂડલ

દિગ્ગજ ટેકનૉલોજી કંપની ગૂગલ (Google) દર ખાસ અવસરે ડૂડલ બનાવે છે. આ ક્રમમાં હવે કંપનીએ આજે વધુ એક ડૂડલ (Doodle) બનાવ્યું છે, જે ખાસ કોરોના વૉરિયર્સ માટે છે. ગૂગલે પોતાનું (Google Doodle) ડૂડલ કોરોના વિરુદ્ધ લડાઈ લડતાં વૉરિયર્સને સમર્પિત કર્યું છે. સાથે જ કંપનીએ આ ડૂડલ દ્વારા ફ્રન્ટ-લાઇન કોરોના (Corona Warriers) વૉરિયર્સથી લઈને ડૉક્ટર્સ (Doctors) અને મેડિકલ (Medical Staff) સ્ટાફ સુધી બધાંનો આભાર માન્યો છે. ગૂગલે કહ્યું કે આ સમયે વિશ્વભરમાં લોકો આ મહામારી સામે લડી રહ્યા છે. સાથે જ લોકો આ ખતરનાક સંક્રમણને અટકાવવા માટે એક-બીજાની મદદ પણ કરી રહ્યા છે. આશા છે કે ટૂંક સમયમાં આ મહામારીને ખત્મ કરી દેવામાં આવશે.

કોરોનાને કારણે અટકાયેલા જીવન વિષય પર બનાવ્યું ડૂડલ
ગૂગલે ઑગસ્ટમાં સ્વાસ્થ્ય મંત્રાલય સાથે મળીને કોરોના સંક્રમણને અટકાવવા માટે ખાસ ડૂડલ બનાવ્યું હતું. આ ડૂડલમાં માસ્ક પહેરીને અને સોશિયલ ડિસ્ટેન્સ મેન્ટેઇન કરવાની સલાહ આપવામાી આવી હતી. સાથે જ આમાં કોરોના વાયરસથી બચવા માટે કરવામાં આવતાં ઉપાયો વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ એનિમેટેડ ડૂડલમાં દરેક આલ્ફાબેટને માસ્ક દ્વારા કવર કરવામાં આવ્યો હતો અને એનિમેશનના અંતે દરેક આલ્ફાબેટને દૂર ખસેડીને સોશિયલ ડિસ્ટેન્સિંગ ફૉલો કરવાની સલાહ આપવામાં આવી હતી.

જણાવવાનું કે ગૂગલે આ પહેલા કોરોના સંક્રમણને લઈને ઘણાં ડૂડલ બનાવ્યા હતા. આ બધાં ડૂડલ દ્વારા ટીચર્સ, ફૂડ સર્વિસ કર્મચારીઓ, પૅકિંગ એન્ડ શિપિંગ કર્મચારી અને ગ્રોસરી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સિવાય કંપની તરફથી એક ડૂડલ બનાવવામાં આવ્યું હતું, જેમાં કોરોના સંક્રમણથી બચવા માટે મહત્વી ટિપ્સ પણ શૅર કરવામાં આવી હતી.

ભારતમાં કોરોના વાયરસની હાલ સ્થિતિ
ભારતમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા 47,54,356 થઈ ગઈ છે. 94,372 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી 37,02,595 લોકો કોરોના મુક્ત થઈ ગયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,114 સંક્રમિતોનું મોત થયું છે. જણાવવાનું કે દેશમાં રિકવરી રેટ 77.88 ટકા છે.

tech news technology news google