આજે ગૂગલે બનાવ્યું વિન્ટર સીઝનનું ડૂડલ: વિશ્વનો છે આજે સૌથી નાનો દિવસ

21 December, 2021 01:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સર્ચ એન્જિન ગૂગલે આજે (મંગળવારે) ખાસ ડૂડલ બનાવ્યું છે, જે `વિન્ટર સૌલસ્ટાઇસ`ને સમર્પિત છે. શિયાળામાં 21 ડિસેમ્બરના રોજ વિશ્વનો સૌથી નાનો દિવસ અને સૌથી લાંબી રાત હોય છે.

તસવીર સૌજન્ય ગૂગલ

ભારતમાં શિયાળો શરૂ થઈ ગયો છે. દેશમાં સતત તાપમાનમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. તો, 21 ડિસેમ્બરના વિન્ટર સોલસ્ટાઇસ શિયાળાની શરૂઆતનું પ્રતીક છે. એવામાં ગૂગલે પણ આજે (એટલે કે મંગળવારે) એક એનિમેટેડ ડૂડલ બનાવ્યું છે. શિયાળાની શરૂઆત ઉત્તરી ગોળાર્ધમાં શરૂ થઈ રહી છે, જે 20 માર્ચ સુધી ચાલશે.

21 ડિસેમ્બરના વર્ષનો સૌથી નાનો દિવસ અને સૌથી લાંબી રાત હોય છે. વિન્ટર સોલસ્ટાઇસ તે સમયે હોય છે જ્યારે સૂર્ય મકર રેખા પૃથ્વીની સૌથી નજીક હોય છે. ભારતીય જ્યોતિષમાં આને મકર આયણ કહેવામાં આવે છે.

જણાવવાનું કે `વિન્ટર સોલસ્ટાઇસ`ની જેમ જ ઉનાળામાં સોલ સ્ટાઇસ પણ હોય છે. આ જૂનમાં 21 તારીખની આસપાસ હોય છે અને આનો પ્રભાવ એકદમ ઊંધો છે. ઉનાળામાં જ્યારે સમર સોલસ્ટાઇસ હોય છે તે દિવસ સૌથી લાંબો અને રાત સૌથી નાની હોય છે.

નોંધનીય છે કે ભારતમાં પહાડો પર હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ જળવાયેલો છે. અડધા ડિસેમ્બર પછી ઠંડીનો મિજાજ ખૂબ જ ઝડપથી બદલાયું છે, ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો વધ્યો છે. હવામાન વિભાગ (IMD) પ્રમાણે, રાજસ્થાન અને મેદાની વિસ્તારોમાં જામવાને કારણે પહાડો પર પણ હિમવર્ષા ચાલુ છે.

technology news tech news google