જાણો કોણ છે આ મહાન વ્યક્તિ, જેનું ગૂગલે આજે બનાવ્યું ડૂડલ

10 December, 2020 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

જાણો કોણ છે આ મહાન વ્યક્તિ, જેનું ગૂગલે આજે બનાવ્યું ડૂડલ

જાણો કોણ છે આ મહાન વ્યક્તિ, જેનું ગૂગલે આજે બનાવ્યું ડૂડલ

ગૂગલ ડૂડલ (Google Doodle)માં આજે જાણીતા અર્થશાસ્ત્રી (Economist) સર વિલિયમ આર્થર લુઇસ (Sir W. Arthur Lewis)ને યાદ કરવામાં આવ્યા છે. ગૂગલે સર વિલિયમની યાદમાં આજે ખાસ ડૂડલ બનાવ્યું છે. આ જ કારણ છે કે આજે દરેક જણ સર વિલિયમ વિશે માહિતી મેળવે છે. જણાવવાનું કે સર વિલિયમ આર્થર લુઇસ એક નોબલ પુરસ્કૃત વિજેતા હતા અને પ્રિન્સટન વિશ્વવિદ્યાલયમાં રાજનૈતિક અર્થવ્યવસ્થાના પ્રોફેસર હતા.

ગૂગલે આ કારણે સર વિલિયમને કર્યા યાદ
હકીકતે સર વિલિય આર્થર સુઇસને આર્થિક વિકાસના ક્ષેત્રમાં તેમના શાનદાર યોગદાન માટે ઓળખવામાં આવતા હતા. 1979માં તેમને આર્થિક વિજ્ઞાનમાં નોબલ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની પ્રસિદ્ધિ એવી હતી કે મોટા ભાગના દેશ તેમને પોતાની નાગરિકતા આપવા માગતા હતા. તેમની પાસે બે દેશ સંત લૂસિયન અને બ્રિટિશ નાગરિકતા હતી.

સર વિલિયમ આર્થર લુઇસને પોતાના જીવનકાળમાં મોટાભાગનો સમય વિશ્વની અનેક યૂનિવર્સિટીમાં ભણાવતા પસાર કર્યો. પ્રિન્સટન વિશ્વવિદ્યાલયમાં જ તેમણે લગભગ 20 વર્ષ સુધી વિદ્યાર્થીઓને ભણાવ્યા. 1991માં સર ડબ્લ્યૂ આર્થર લૂઇના નિધન બાદ આર્થર લુઇસને કૉમ્યુનિટી કૉલેજના પ્રાંગણમાં દફનાવવામાં આવ્યા.

મહાન વ્યક્તિત્વની યાદમાં ગૂગલ ડૂડલ
ગૂગલ હંમેશાં સમાજમાં પોતાનું મુખ્ય યોગદાન આપનારાને ગૂગલ ડૂડલ બનાવીને યાદ કરે છે. સર વિલિયમ આર્થર લુઈસનો જન્મ 3 જાન્યુઆરી 1915ના કેસ્ટરીઝ, સેંટ લૂસિયામાં થયો અને તેમનું નિધન 5 જૂન 1991ના રોજ બ્રિજટાઉન, બારબાડોસમાં થયો.

આ પણ વાંચો : Google Doodle: જાણો કોણ હતા પુ.લ દેશપાંડે, ગૂગલે ડૂડલ બનાવીને કર્યા યાદ

જણાવવાનું કે આ પહેલા ગૂગલે 8 નવેમ્બરના રોજ મરાઠી સાહિત્યકાર, લેખક, સ્ટેજ આર્ટિસ્ટ એવા પુ.લ. દેશપાંડેનું ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા હતા. આમ ગૂગલ પ્રખ્યાત અને સમાજમાં પોતાનું યોગદાન આપનાર મહાનુભાવોની યાદમાં ડૂડલ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપે છે.

tech news technology news google