Google એ જાહેર કર્યું એન્ડ્રોઈડના નવા વર્ઝનનું નામ ‘Android10’

22 August, 2019 08:30 PM IST  |  Mumbai

Google એ જાહેર કર્યું એન્ડ્રોઈડના નવા વર્ઝનનું નામ ‘Android10’

એન્ડ્રોઈડ 10 (PC : Twitter)

Mumbai : સ્માર્ટ ફોનમાં ચાલતી ઓપરેટીંગ સિસ્ટર એન્ડ્રોઈડે પોતાના સોશીયલ મીડિયા હેન્ડલ પર સત્તાવાર તેના નવા વર્ઝનના નામની જાહેરાત કરી દીધી છે. તેના નવા વર્ઝનનું નવું નામ ‘Android10’ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા છેલ્લા એક દસકાથી ચાલી આવતી પોપ્યુલર ડિઝર્ટ્સનાં નામ પરથી આલ્ફાબેટિકલ ઓર્ડરમાં એન્ડ્રોઈડનાં વર્ઝનને નામ આપવાની પરંપરાનો અંત આવ્યો છે. જો જુના ક્રમની વાત કરીએ તો આ વખતે અંગ્રેજી મૂળાક્ષર ‘Q’નો વારો હતો. આ વર્ષે ગૂગલે એન્ડ્રોઈડ 10’ નામ આપ્યું છે.


ગુગલે એન્ડ્રોઈડનું હુલામણું નામ રાખ્યું છે પણ તે નામ ઓફિસની બહાર નહીં કાઢે
Google ના કહેવા પ્રમાણે એન્ડ્રોઈડ પર ચાલતી વિશ્વની અઢી અબજ ડિવાઈસમાં સિમ્પ્લિસિટી આવે તે હેતુથી આ પગલું ભર્યું છે. આ પહેલા ડિઝર્ટ્સનાં નામ પરથી એન્ડ્રોઈડ વર્ઝનનાં નામ આપવાની પ્રથામાં ઘણા લોકોને કન્ફ્યુઝન થતી હતી. કંપનીના ઉચ્ચે અધિકારીએ વધુમાં કહ્યું હતું કે Android Users પણ તેમના ફોન એન્ડ્રોઈડના લેટેસ્ટ વર્ઝન પર ચાલી રહ્યો છે કે કેમ તે સમજી શકતા નહોતા. હા, કંપની પોતાના ઇન્ટર્નલ કમ્યુનિકેશનમાં એન્ડ્રોઈડ વર્ઝનને હુલામણાં નામ આપવાનું ચાલુ રાખશે, પરંતુ તે ગૂગલની ઓફિસની બહાર નહીં નીકળે.

આ પણ જુઓ : આ દસ કૉમ્પ્યુટર વૉલપેપર્સ જે તમને ખરેખર કરી દેશે આશ્ચર્ય ચકિત

Android
નો લોગો અને કલરમાં પણ કર્યો ફેરફાર
Google એ આ નામકરણ તો કર્યું પરંતુ કંપનીએ એન્ડ્રોઈડનો લોગો અને તેના કલરમાં પણ ફેરફાર કર્યો છે. તેમાં અંગ્રેજી ‘android’ શબ્દને ગ્રીનમાંથી બ્લેકમાં કન્વર્ટ કર્યા છે, જ્યારે એન્ડ્રોઈડ રોબોટના સિમ્બોલના ચહેરાના ઉપરના ભાગને જ રહેવા દીધો છે.

technology news google android