Flipkart Summer Carnival Sale: iPhone XR માત્ર 53,910માં ખરીદવાની તક

04 May, 2019 05:57 PM IST  |  મુંબઈ

Flipkart Summer Carnival Sale: iPhone XR માત્ર 53,910માં ખરીદવાની તક

ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર આજથી સમર કાર્નિવલ સેલની શરૂઆત થઈ છે. આ સેલમાં ઘણા સ્માર્ટ ફોન્સ પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલ આજથી 7મી મે સુધી યોજાઈ રહ્યું છે. આ સેલમાં કેટલાક સ્માર્ટ ફોન્સની સાથે સાથે ગેમિંગ કન્સોલ અને ઓડિયો ગિયર સહિતની ડિવાઈસ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Apple iPhone XR 64GB

Apple iPhone XR ના 64GB સ્ટોરેજ વેરિયન્ટ પર 17,450નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સ્માર્ટ ફોન ગત વર્ષે જ લોન્ચ થયો છે. આ સેલમાં તમે આ સ્માર્ટ ફોન 59,900ની કિંમતમાં ખરીદી શકો છો. જો તમારી પાસે HDFCનું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ છે તો તમને વધારાનું 5,990 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહે છે. આ રીતે તમે આ સ્માર્ટ ફોન માત્ર 53, 910 રૂપિયામાં ખરીદી શકો છો.

Nokia 6.1 Plus

Nokia 6.1 Plus તમે આ સેલમાં Rs. 12,999માં ખરીદી શકો છો. આ સ્માર્ટ ફોન પર કંપની એક્સચેન્જ ઓફર આપી રહી છે. જેના પર તમને 11,950 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફોનના ફીચર્સની વાત કરીએ તો આ ફોનમાં 5.8 ઈંચની ફુલ એચડી ડિસ્પ્લે અને ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. ફોનમાં ક્વાલકોમ સ્નેપ ડ્રેગકન 636 એસઓસી ચિપસેટ છે. આ ઉપરાંત 4 જીબી રેમ અને 3,060 MaHની બેટરી છે.

આ પણ વાંચોઃ Flipkart sale:માત્ર 13,990માં મળી રહ્યું છે લેપટોપ

Realme 2 Pro

આ સેલમાં Realme 2 Pro પર પણ 5 હજારનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોનને 10,990 રૂપિયામાં ખરીદી શકાય છે. રિયલમી ટુ પ્રોના 4જીબી વેરિયન્ટની ભારતમાં લોન્ચ સમયે કિંમત 14,990 રૂપિયા હતી. આ ઉપરાંત તમે 6 જીબી વેરિયન્ટ એક્સચેન્જ ઓફર સાતે 11,950 રૂપિયામાં ખરીદી શકો છો. આ વેરિયન્ટને 16,990ની કિંમતમાં લોન્ચ કરાયો હતો. ફોનના ફીચર્સની વાત કરીએ તો 6.3 ઈંચની ફૂલ એચડી પ્લસ વોટર ડ્રોપ નોચ અને ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ સાથે લોન્ચ કરાયો છે. ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 660 એસઓસી ચિપસેટ પ્રોસેસર અપાયું છે.

tech news life and style