Flipkart sale:માત્ર 13,990માં મળી રહ્યું છે લેપટોપ

01 May, 2019 03:45 PM IST  |  મુંબઈ

Flipkart sale:માત્ર 13,990માં મળી રહ્યું છે લેપટોપ

3 દિવસ સુધી ચાલશે ફ્લિપકાર્ટનું સેલ

ફ્લિપકાર્ટ પર ફરી એકવાર સેલ આવી ગયું છે. ફ્લિપકાર્ટ પર Flipkart Flipstart Days સેલ શરુ થયું છે. આ શેલમાં ઈલેક્ટ્રોનિક ડિવાઈસ પર ભારે ડિસ્કાઉન્ડ ઓફર્સ મળી રહી છે. ફ્લિપકાર્ટે આ સેલ એમેઝોનના સમર સેલ સામે શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે એમેઝોન પર પણ સમર સેલ 4 મેથી શરૂ થઈ રહ્યું છે, જેમાં કેટલાક સ્માર્ટ ફોન્સ પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

ફ્લિપકાર્ટ ફ્લિપસ્ટાર્ટ ડેઝ સેલ 1 મેથી 3 મે સુધી ચાલી રહ્યું છે. આ સેલમાં તમે લેપટોપ, ટીવી, હેડફોન્સ, અને અન્ય પ્રોડટ્ક્સ પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ડિસ્કાઉન્ટ ઓફર્સની સાથે સાથે બેન્ક ઓફર્સ પણ સામેલ છે. એક્સિસ બેન્કનું ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધરાવતા લોકોને આ સેલમાં 10 ટકાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.

ફ્લિપકાર્ડના આ સેલમાં મળતી ઓફર્સ જોઈએ તો Boat, Sony, અને JBL જેવી બ્રાન્ડ્ઝના હેડફોન 70 ટકા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા છે. આ ઉપરાંત પાવર બેન્ક પર પણ ડિસ્કાઉન્ટ અવેલેબલ છે. 500 રૂપિયાથી પાવર બેન્કની કિંમત શરૂ થઈ રહી છે. જો તમે નવા લેપટોપ ખરીદી રહ્યા છો તો Acer, HP, Dell, Asus જેવી બ્રાન્ડના લેપટોપ પર હેવી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ બ્રાન્ડ્ઝના લેપટોપની કિંમત 13,990 રૂપિયાથી શરૂ થઈ રહી છે. આ ઓફર્સમાં એક્સચેન્જ ઓફર અને એસ્ટેન્ડ વોરંટી જેવી ઓફર્સ પણ સામેલ છે.

આ પણ વાંચોઃ હવે Amazon Pay પરથી મિત્રોને પણ મોકલી શકશો પૈસા, શરૂ થઈ નવી સુવિધા

લેપટોપ ઉપરાંત સ્માર્ટ LED ટીવી, LED ટીવી પર પણ 75 ટકાનું ડિસ્કાઉન્ટ અવેલેબલ છે. અહીં માત્ર 17,499 રૂપિયામાં Thomsonનુ 40 ઈંચવાળુ ફૂલ HD LED ટીવી મળી રહ્યું છે. તો મોબાઈલ એસેસરીઝ ખરીદનાર ગ્રાહકો માટે પણ આ સેલ ખાસ છે. આ સેલમાં જુદી જુદી એસેસરીઝની કિંમત માત્ર 99 રૂપિયાથી શરૂ થઈ રહી છે. આ ઉપરાંત કેટલીક પસંદગીની પ્રોડક્ટસ્ પર વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. સાથે જ કેટલીક પ્રોડક્ટ્સ પર નો કોસ્ટ EMI પણ ઓફર અવેલેબલ છે.

tech news amazon flipkart