FAU-G ગેમ આ દિવસે થશે રિલીઝ, અક્ષય કુમારે શૅર કર્યું ટ્રેલર

04 January, 2021 08:01 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

FAU-G ગેમ આ દિવસે થશે રિલીઝ, અક્ષય કુમારે શૅર કર્યું ટ્રેલર

તસવીર સૌજન્ય જાગરણ

FAU-Gભારતમાં ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે, PUBG Mobile પર બૅન મૂકાયાના તરત પછી જાહેર કરવામાં આવેલી આ ગેમ ગયા મહિનાથી Google Pla પર પ્રી-રજિસ્ટ્રેશન માટે લિસ્ટ કરી દેવામાં આવી હતી. બૉલીવુડ અભિનેતા અક્ષય કુમારે ગેમના લેટેસ્ટ ટ્રેલરની સાથે લૉન્ચની તારીખ પણ ટ્વીટ કરી છે. FAU-Gને પબજી મોબાઇલના ભારતીય (મેડ ઇન ઇન્ડિયા) વિકલ્પ તરીકે જોવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક આનું પ્રમોશન પર આ જ પાયે કરવામાં આવી રહ્યું છે.

બૉલીવુડ અભિનેતા અક્ષય કુમારે (Akshay Kumar)ટ્વીચ કર્યું છે કે FAU-G (Fearless and United Guard)ગેમ 26 જાન્યુઆરીના રિલીઝ કરવામાં આવશે. આ ગેમ ડિસેમ્બરની શરૂઆતથી Google Play પર પ્રી-રજિસ્ટ્રેશન માટે ઉપલબ્ધછે. જો કે, આ વિશે હાલ કોઇ માહિતી નથી કે ગેમને Apple App Stor પર પ્રી-રજિસ્ટ્રેશન માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે કે નહીં અને જો હા, તો ક્યારે? ટ્વીટમાં FAU_Gનું લેટેસ્ટ ટ્રેલર પણ સામેલ છે. જો કે આમાં ગેમ પ્લે બતાવવામાં આવી નથી. ટ્રેલરનો અંત "Proudly Supporting Bharat Ke Veer #AatmanirbharBharat."થી થાય છે, જેનો હિન્દીમાં અર્થ છે કે 'ગર્વથી ભારતના વીરનું સમર્થન કરે છે #આત્મનિર્ભરભારત.'

બેંગલુરુ સ્થિત FAU-G ગેમના ડેવલપર nCore Gamesએ ગયા અઠવાડિયે ટ્વિટર પર જાહેરાત કરી હતી કે ભારતમાં પ્રી-રજિસ્ટ્રેશન શરૂ થયાના 24 કલાકથી પણ ઓછા સમયમાં ગેમ માટે 10 લાખથી વધારે લોકોએ રજિસ્ટર કર્યું હતું.

Google Play પર ગેમના ડિસ્ક્રિપ્શન પ્રમાણે, FAU-G (ફૌજી) રિયલ લાઇફ ઘટનાઓથી પ્રેરિત છે અને "ભારતની સીમાઓની રક્ષા કરનારાઓના જીવનનો રોમાંચ દર્શાવે છે." ઑક્ટોબરમાં રિલીઝ કરતા પહેલા ટ્રેલરે ગેમની થીમ દર્શાવી હતી અને કંપનીના સહ-સંસ્થાપક વિશાલ ગોંડલે કહ્યું કે પહેલું સ્તર ગલવાન વેલી પર આધારિત છે.

nCore Gamesએ મૂળ રૂપથી ઑક્ટોબરમાં ગેમ રિલીઝ કરવાની યોજના બનાવી હતી, પણ એવું થયું નહીં. કંપનીએ ત્યારે ટ્વીટ કર્યું હતું કે FAU-G નવેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે. ગેમને સપ્ટેમ્બરમાં ભારતમાં ખૂબ જ લોકપ્રિય PUBG Mobile સહિત 118 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધના તરત બાદ જાહેર કરવામાં આવી હતી. તે સમયે, ગોંડલે કહ્યું હતું કે ગેમ અમુક મહિના પહેલાથી જ વિકસિત કરવામાં આવી રહી હતી.

tech news technology news