Father's Day: પિતા-પુત્રના સંબંધોને સમર્પિત છે આજનું ગૂગલ ડૂડલ

16 June, 2019 10:52 AM IST  | 

Father's Day: પિતા-પુત્રના સંબંધોને સમર્પિત છે આજનું ગૂગલ ડૂડલ

ફાધર્સ ડે ગૂગલે બનાવ્યું નવું ડૂડલ

આજે 16 જૂન 2019ના રોજ ફાધર્સ ડે છે. ત્યારે આ અવસરે વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલે એક જુદાં જ પ્રકારનું ડૂડલ બનાવ્યું છે. આ ડૂડલમાં પિતા પુત્રના સંબંધોની સઘનતા દર્શાવાઇ છે. જણાવીએ કે ગૂગલે ડૂડલમાં ત્રણ એનિમેટેડ વીડિયોઝ બનાવ્યા છે. જેમાં પિતા સાથે બાળકોની હાજરી, પિતા સાથે મસ્તી, અને પિતાનો બાળકો માટેનો સપોર્ટ દર્શાવવામાં આવ્યો છે. 

 

(PC google)

ફાધર્સ ડે દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે. તો આ પ્રમાણે આ વર્ષે ફાધર્સ ડે 16 જૂનના એટલે કે આજે છે. આ અવસરે બાળકો પિતાને ખુશ કરવા માટે તેમની માટે કાર્ડ બનાવે છે, ભેટ આપે છે. એક પિતા પ્રત્યેક દિવસ, દરેક પળ પોતાના બાળકોની ખુશી માટે મહેનત કરતાં હોય છે, તેને દરેક પ્રકારની સુખ સુવિધા આપતાં હોય છે, તેમના આટલા પ્રયત્નોના આભાર વ્યક્ત કરવા માટે બાળકો એક દિવસ ફાધર્સ ડે ઉજવે છે.

કેમ ઉજવવામાં આવે છે ફાધર્સ ડે તેની પાછળ છે આ બે કહેવાતાં મુખ્ય કારણો

મોટાભાગના વિસ્તારમાં જૂનના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. સૌથી પહેલા 5 જુલાઇ 1908ના વેસ્ટ વર્જીનિયાના ફેરમોન્ટમાં ફાધર્સ ડે ઉજવવામાં આવ્યો હતો. ગ્રેસ ગોલ્ડન ક્લાયટોન અનાથ હતી અને તેણે આ દિવસને ખાસ મહત્વ આપવા માટે ઘણા સમય સુધી પ્રયત્ન કર્યા. મહિના પહેલા 6 ડિસેમ્બર 1907ના થયેલા એક અકસ્માતમાં લગભગ 210 લોકોના જીવ ગયા. ક્લાયટોને તે જ 210 લોકોની યાદમાં આ દિવસને ઉજવવાનું નક્કી કર્યું, પણ અફસોસ તે વખતે આની માટે રજા નહોતી.

આ પણ વાંચો : એક રાજકીય ક્ષેત્રના વરિષ્ઠ નેતાના દીકરા હોવું એટલે શું?

ફાધર્સ ડે ઉજવવા માટે બીજું કારણ એ પણ સાંભળવા મળે છે. વર્ષ 1910માં 19 જૂનના વૉશિંગ્ટન ના સોનોરા સ્માર્ટ ડોડના પ્રયત્નો પછી ઉજવવામાં આવ્યો. 1909માં સ્પોકાને ચર્ચમાં મધર્સ ડે પર ઉપદેશ અપાતો હતો જેના પછી ડોડને લાગ્યું કે મધર્સ ડેની જેમ જ ફાધર્સ ડે પણ ઉજવવામાં આવવો જોઇએ. ઓલ્ડ સેન્ટેનરી પ્રેસ્બિટેરિયન ચર્ચના પાદરી ડૉક્ટર કોનરાડ બ્લુહ્મની મદદથી આ વિચારને સ્પોકાને YMCA લઈ ગઈ. જ્યાં સ્પોકાને YMCA અને અલાયન્સ મિનિસ્ટ્રીએ આ વિચાર પર પોતાની સંમતિ દર્શાવી અને 1910માં પહેલી વાર ફાધર્સ ડે ઉજવવામાં આવ્યો.

google technology news tech news fathers day