ફેસબુકે લૉન્ચ કરી ડેટિંગ સર્વિસ, 20 દેશોમાં થશે ઉપલબ્ધ

06 September, 2019 05:51 PM IST  |  મુંબઈ

ફેસબુકે લૉન્ચ કરી ડેટિંગ સર્વિસ, 20 દેશોમાં થશે ઉપલબ્ધ

ફેસબુકે લૉન્ચ કરી ડેટિંગ સર્વિસ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે પોતાના યૂઝર્સ માટે રિલેશનશિપ ડેવલપ કરનારા ફીચર ફેસબુક ડેટિંગને યૂએસમાં લૉન્ચ કરી દીધું છે. આ સર્વિસનો લાભ દુનિયાના 20 દેશોના યૂઝર્સને મળશે. આ સર્વિસ અંતર્ગત યૂઝર્સ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની સ્ટોરીઝ પણ ડેટિંગ સર્વિસ પર શેર કરી શકશે. જો કે ભારતીય યૂઝર્સે આ એપ યુઝ કરવા માટે હજી રાહ જોવી પડશે.

ફેસબુક હંમેશા યૂઝર્સની માંગણીને ધ્યાનમાં રાખીને પોતાના ફીચર્સમાં ફેરફાર કરતું રહે છે. હવે ફેસબુકે તેમાં ડેટિંગ સર્વિસના નામથી નવું ફીચર જોડ્યું છે. તમને જણાવી દઈએ કે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે 2018માં જાહેરાત કરી હતી કે જલ્દી જ તેઓ યૂઝર્સ માટે ડેટિંગ સર્વિસ લાવશે. તેમને એલાન બાદ હવે યૂએસમાં આ સર્વિસને લૉન્ચ કરી દેવામાં આવી છે.

ફેસબુકના એક બ્લોગપોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ સર્વિસ યૂએસમાં લૉન્ચ કરવામાં આવી છે. આ સિવાય દુનિયાના 20 દેશોમાં પણ યૂઝર્સ આ સર્વિસનો લાભ ઉઠાવી શકશે. આ દેશોના યૂઝર્સ માટે આ સર્વિસના કેટલાક ફીચર્સને હજી સુધી લાઈવ નથી કરવામાં આવ્યા. વર્ષના અંત સુધીમાં તેને લાઈવ કરી દેવામાં આવશે. જેનાથી ફ્રેન્ડ સર્કલમાં કોઈની પણ સાથે ડેટ કરવું સરળ બની જશે.

આ પણ જુઓઃ Tapas Relia: આ મૂળ ગુજરાતી કંપોઝર માટે મ્યુઝિક જ છે સર્વસ્વ

ફેસબુકે કહ્યું કે યૂઝર્સની સુવિધા માટે હાલ સર્વિસ શરૂ કરવામાં આવી છે. હજી તેમાં અનેક પ્રકારના ફીચર્સ જોડવામાં આવશે. ભારતીય યૂઝર્સ માટે પણ આ સર્વિસને લૉન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે.

facebook tech news