ગુજરાત સહિત વિશ્વભરમાં Facebook, Whatsapp, Instagram થયા ડાઉન

03 July, 2019 11:58 PM IST  |  Mumbai

ગુજરાત સહિત વિશ્વભરમાં Facebook, Whatsapp, Instagram થયા ડાઉન

Mumbai : ટેકનોલોજીના સમયમાં વિશ્વના મોટા ભાગના લોકો આજે સોશિયલ મીડિયાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે મળી રહેલ માહિતી પ્રમાણે ગુજરાત સહિત વિશ્વભરમાં Facebook, WhatsApp અને Instagram વિશ્વનાં અનેક સ્થળો પર ડાઉન છે. ટ્વીટર અને અન્ય સોશિયલ મીડિયા પર લોકો તેના મુદ્દે ટ્વીટ કરી રહ્યા છે. ડાઉન ડિટેક્ટરની વેબસાઇટ અનુસાર બુધવારે રાત્રે 9 વાગ્યા આસપાસથી WhatsApp યુઝ કરવામાં લોકોને સમસ્યા થઇ રહી છે અને લોકો તેની ફરિયાદ કરી રહ્યા છે. ભારતીય યુઝર્સ પણ તેનાથી પ્રભાવિત નથી. ડાઉન ડિટેક્ટર પર શરૂઆતમાં મલેશિયા, શ્રીલંકા અને ઇન્ડોનેશિયાનાં યુઝર રિપોર્ટ કરી રહ્યા હતા. પરંતુ ત્યાર બાદ ભારત અને યુ.કે. ના યુઝર્સ પણ આ અંગેની ફરીયાદ કરી રહ્યા હતા.

લોકોને અલગ અલગ પ્રકારની સમસ્યાઓ ઉભી થઇ હતી
સોશિયલ મીડિયામાં લોકોને અલગ અલગ પ્રકારની સમસ્યાઓ થઇ રહી છે. કેટલાક લોકો ફેસબુક લોગ ઇન કરી શખતા નથી અને કેટલાક લોકોએ ફેસબુક ન્યુઝ ફીડ લોડ નથી થઇ રહ્યા. આ જ પ્રકારે વ્હોટ્સએપમાં મેસેજ મોકલવામાં લોકોને સમસ્યાઓ થઇ રહી છે. ટ્વીટર પર લોકો વ્હોટ્સએપ ડાઉન હેશટેગ પર લોકો પોતાની સમસ્યા જણાવી રહ્યા છે. હવે ભારતીય યુઝર્સની તરફથી આ પ્રકારનાં અનેક રિપોર્ટ આવી રહ્યા છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

કંપની તરફથી કોઇ આધિકારીક જાહેરાત નથી થઇ
જોકે અત્યાર સુધી કંપની તરફથી આધિકારીક કોઇ પણ પ્રકારની સુચના આપવામાં નથી આવી. આવુ પહેલીવાર નથી જ્યારે વ્હોટ્સએપ ડાઉન થયું છે
, પહેલા પણ આ પ્રકારની સર્વિસ ડાઉન થઇ છે. જો કે ઘણા ઓછા વખત ફેસબુકની તરફતી આ અંગે કોઇ અધિકારીક સ્ટેટમેંટ ઇશ્યું કરવામાં આવ્યું છે.

technology news facebook