ચૂંટણીની મોસમમાં ફેસબુકનો કોંગ્રેસને ઝટકો, 687 પેજ હટાવાયા

01 April, 2019 05:39 PM IST  |  મુંબઈ(ટેક ડેસ્ક)

ચૂંટણીની મોસમમાં ફેસબુકનો કોંગ્રેસને ઝટકો, 687 પેજ હટાવાયા

ફેસબુકે આપ્યો કોંગ્રેસને ઝટકો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે સોમવારે આ જાણકારી આપી છે. તેમણે પોતાના પ્લેટફોર્મ પરથી દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સાથે જોડાયેલા 687 પેજ અને અકાઉંટને હટાવી દીધા છે. ફેસબુકનું કહેવું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પેજીસ પરથી અપ્રમાણિક સૂચના આપવામાં આવી રહી હતી. એ સાથે જ આ પેજ પર ફરજી રીતે ઈંટરેક્શન પણ વધારવામાં આવી રહ્યું હતું.

કોંગ્રેસ પાર્ટીના 30 કરોડ કરતા વધારે યૂઝર્સ છે. ફેસબુકના પ્રમાણે, તેમની તપાસમાં ખબર પડી છે કે લોકોએ નકલી અકાઉન્ટ વાપર્યા અને પોતાની કંટેટ ફેલાવવા અને પોતાની પોસ્ટ પર ઈંટરેક્શન મેળવવા માટે અનેક ગ્રુપોને સામેલ કર્યા. આ પોસ્ટમાં સ્થાનિક ખબરો સામેલ છે. એટલું જ નહીં આ પોસ્ટના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી જેવા રાજનૈતિક વિરોધીઓની આલોચના કરવામાં આવી છે.

ફેસબુકે જણાવ્યું કે આવા પેજના એડમિન અને અકાઉંટ્સથી મુખ્યત્વે લોકલ ન્યૂઝ સાથે રાજનૈતિક મુદ્દા શેર કરવામાં આવે છે. આમાં ઉમેદવારનો વિચારો પણ સામેલ છે. આ પેજ પર પ્રતિદ્વંદ્વી પાર્ટી ભાજપની આલોચના કરવામાં આવે છે. ફેસબુકે એ પણ કહ્યું કે અમને એ ખબર પડી કે આ અકાઉંટ કોંગ્રેસના આઈટી સેલ સાથે જોડાયેલા છે. ઉદાહરણ માટે ફેસબુકે બે પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં મોદીના વિકાસના કાર્યોની આલોચના કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને સમર્થન આપવાની વાત કરવામાં આવી છે.

હટાવવા માટે આ આપ્યું કારણ
ફેસબુકના સાયબર સિકયોરિટી પૉલિસી હેડ નાથાનિયલ ગ્લેચિયરે જણાવ્યું કે એ સમયે 687 ફેસબુક પેજ અને અકાઉંટ્સ અપ્રમાણિક વ્યવહાર કરતા હતા. જેથી તેમને ઑટોમેટેડ સિસ્ટમના માધ્યમથી હટાવવામાં આવ્યા. આ કામમાં જોડાયેલા લોકો પોતાની ઓળખ છુપાવવા માટે ફેક અકાઉંટ્સનો સહારો લેતા હતા. એ લોકો પેજ ફૉલો કરનારને ગુમરાહ કરતા હતા. આ પેજ અને અકાઉંટ્સને હટાવવા માટે આ જ મુખ્ય કારણ હતું.

કોંગ્રેસ કહ્યું, રિપોર્ટની કરાશે ખરાઈ
ફેસબુકની તરફથી સામે આવેલા નિવેદન બાદ કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યું કે અમે તે અહેવાલો પર પ્રતિક્રિયા નથી આપી રહ્યા, જે હમણા જ સામે આવી રહી છે. અમે અહેવાલની ખરાઈ કરીશું કે જો કોઈ ફેસબુક પેજ છે જે અમારી સાથે જોડાયેલું છે.

facebook congress Loksabha 2019