નવા નામ સાથે કંપનીને રિબ્રાન્ડ કરવાની ફેસબુકની તૈયારી: રિપોર્ટ

20 October, 2021 12:42 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ઝુકરબર્ગ 28 ઓક્ટોબરે કંપનીના કનેક્ટ કોન્ફરન્સમાં નામ જાહેર કરે તેવી સંભાવના છે.

પ્રતીકાત્મક તસવીર

સોશિયલ મીડિયા જાયન્ટ પ્લેટફોર્મ ફેસબુક કથિત રીતે કંપનીને નવા નામ સાથે રિબ્રાન્ડ કરવાની યોજના બનાવી રહી છે, જે મેટાવર્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ બાબતની સીધી જાણકારી ધરાવતા સૂત્રના જણાવ્યા અનુસાર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ઝુકરબર્ગ 28 ઓક્ટોબરે કંપનીના કનેક્ટ કોન્ફરન્સમાં નામ જાહેર કરે તેવી સંભાવના છે. 

રિપોર્ટ મુજબ, રિબ્રાન્ડ સંભવત ફેસબુક એપને ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ઓક્યુલસ અને વધુ જેવા જૂથોની દેખરેખ રાખતી પેરેન્ટ કંપની હેઠળ ઘણી પ્રોડક્ટ્સમાંની એક તરીકે સ્થાન આપશે. ફેસબુકે સૌપ્રથમ મેટાવર્સ બનાવવાની તેની યોજનાની જાહેરાત કરી હતી. મેટાવર્સ વર્ચ્યુઅલ રિયાલિટીનું નેક્સ્ટ લેવલ છે. મેટાવર્સ એટલે એક વર્ચ્યુઅલ-રિયાલિટી સ્પેસ જેમાં યુઝર્સ અન્ય યુઝર્સ સાથે સંપર્ક કરી શકે છે, તેના માટે વપરાતો શબ્દ. તેમાં રિયાલિટી અને વર્ચ્યુઅલ વર્લ્ડનો સુમેળ પહેલાં કરતા વધારે સારો રહેશે. તેનાથી મીટિંગ, આઉટિંગ, ગેમિંગ સહિતના અનેક કામ કરી શકાશે.

ફેસબુકે આ મહિનાની શરૂઆતમાં સોશિયલ નેટવર્કને મેટાવર્સ બનાવવામાં મદદ કરવા માટે 10,000 લોકોને ભરતી કરવાની જાહેરાત કરી હતી, વર્ચ્યુઅલ અને ઓગ્મેન્ટેડ રિયાલિટી (VR/AR) જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એકબીજા સાથે જોડાયેલા વર્ચ્યુઅલ અનુભવોનો નવો તબક્કો હશે. કંપનીના જણાવ્યા મુજબ તેમની પાસે આગામી કમ્પ્યુટિંગ પ્લેટફોર્મમાં નવી સર્જનાત્મક, સામાજિક અને આર્થિક તકોને વિકસાવવાની ક્ષમતા છે. 

ફેસબુકના વીપી ગ્લોબલ અફેયર નિક ક્લેગે જણાવ્યું હતું કે `અમે આગામી પાંચ વર્ષમાં યુરોપિયન યુનિયન (EU) માં 10,000 નવી નોકરીઓ ઉભી કરવા યોજનાની જાહેરાત કરી રહ્યા છીએ. ઉભરતી તકનીકી પ્રતિભા ઉપરાંત ઈયુએ ઈન્ટરનેટના નવા નિયમોને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.`

ફેસબુકે સપ્ટેમ્બરમાં જાહેરાત કરી હતી કે તે સંગઠન સાથે ભાગીદારી માટે 50 મિલિયન ડોલરનું રોકાણ કરશે જેથી જવાબદારીપૂર્વક મેટાવર્સનું નિર્માણ કરી શકાય. `મેટાવર્સ` એ વર્ચ્યુઅલ સ્પેસનો સમૂહ છે, જયાંરિયાલિટી અને વર્ચ્યુઅલ વર્લ્ડનો સુમેળ પહેલાં કરતા વધારે સારો થશે. 2004 માં ઝુકરબર્ગે કહ્યું હતું કે ફેસબુકના ભવિષ્યની ચાવી મેટાવર્સ ખ્યાલ સાથે છે યુઝર્સ વર્ચ્યુઅલ બ્રહ્માંડમાં જીવશે, કામ કરશે અને તેને માણશે.     

facebook tech news mark zuckerberg social networking site