ફેસબુક શરૂ કરી શકે છે ડિજિટલ પેમેન્ટ સર્વિસ,ભારતમાં કરી શકે છે ટેસ્ટિંગ

04 August, 2019 06:39 PM IST  |  મુંબઈ

ફેસબુક શરૂ કરી શકે છે ડિજિટલ પેમેન્ટ સર્વિસ,ભારતમાં કરી શકે છે ટેસ્ટિંગ

ફેસબુકના કૉ ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ છેલ્લા ઘણા સમયથી Facebook, Whatsapp અને Instagram આ ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ઈમ્પ્રૂવ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. ભારતમાં જ્યાં એક તરફ ત્રણેય પ્લેટફોર્મના લાખો યુઝર્સ છે ત્યારે આ પ્લેટફોર્મ અને તેની સર્વિસને વધુ સારી રીતે કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તેના પર કામ ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી વ્હોટ્સ એપ પેમેન્ટ સર્વિસ એપનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું. આ ઉપરાંત આ પ્લેટફોર્મને મોનિટાઈઝ કરવાનું પણ કામ કરાઈ રહ્યું છે. જેમાં વ્હોટ્સએપ સ્ટેટમાં એડવર્ટાઈઝ દર્શાવવા જેવા ફીચર્સ સામેલ છે

વ્હોટ્સ એપની જેમજ ફેસબુકને પણ મોનિટાઈઝ કરવા પર કામ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતમાં ફેસબુકની ડિજિટલ પેમેન્ટ સર્વિસનું ટેસ્ટિંગ થાય તેવી શક્યતા છે. બાદમાં ફેસબુક મેસેજને પણ મોનિટાઈઝ કરી શકાશે. ફેસબુક દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દુનિયા ભરમાં 210 કરોડ યુઝિર્સ આ ત્રણેય પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તો બીજી તરફ 2.7 બિલિયન યુજર્સ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ કે વ્હોટ્સએપમાંથી એક એ તો વાપરે જ છે.

ફક્ત ભારતમાં જ ફેસબુકના 300 મિલિયન યુઝર્સ છે. જ્યારે વ્હોટ્સ એપના 400 મિલિયન એટલે કે 40 કરોડ યુઝર્સ છે. ભારતમાં ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યા 70 મિલિયન એટલે કે સાત કરોડ છે. ફેસબુક પોતાના આ ત્રણેય પ્લેટફોર્મને મર્જ કરવાની તૈયારીમાં છે, જેથી યુઝર્સ ત્રણેય પ્લેટફોર્મ પર મેસેજ સહેલાઈથી એક્સચેન્જ કરી શકે. દુનિયાભરના કુલ યુઝર્સની સંખ્યાના એક ચતુર્થાંશ વ્હોટ્સએપ યુઝર્સ ભારતમાં છે. એવામાં ડિજિટલ પેમેન્ટ સર્વિસના ટેસ્ટિંગ માટે ફેસબુક ભારતની પસંદગી કરી શકે છે.

life and style tech news