ફેસબુક પર હવે નહીં દેખાય લાઈક્સ, આવી રહ્યું છે આ ફીચર

27 September, 2019 04:00 PM IST  |  મુંબઈ

ફેસબુક પર હવે નહીં દેખાય લાઈક્સ, આવી રહ્યું છે આ ફીચર

ફેસબુક લાવશે આ નવું ફીચર

ફેસબુક એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. જેનાથી યૂઝર્સ પોતાની પોસ્ટ કે ફોટો પર જે લાઈક મળ્યા છે તેને હાઈડ કરી શકે છે. આ લાઈક કાઉન્ટમાં પોસ્ટને મળેલા દરેક પ્રકારના રીએક્શનનો સમાવેશ થાય છે.

સેટિંગ્સ બદલવાથી લાઈક્સ કે રિએક્શન્સ માત્ર એ જ યૂઝર્સને દેખાશે જેણે તે પોસ્ટ કે ફોટો ફેસબુક પર અપડેટ કરી છે. આ વર્ષે જ ઈન્સ્ટાગ્રામ માટે પણ આ પ્રકારના ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેને કંપની પ્રાઈવસી પોલિસી મજબૂત કરવાના હેતુથી લાવી રહી છે.

ટેક ક્રંચના એક રિપોર્ટ અનુસાર ફેસબુક લાઈક કાઉન્ડ હાઈડ કરવાનું આ ફીચર સૌથી પહેલા ઑસ્ટ્રેલિયામાં આપશે. આ 27 સપ્ટેમ્બરથી શરૂ થશે. ટેક ક્રંચે ફેસબુકના એક સ્પોક્સપર્સનના હવાલાથી કહ્યું છે કંપની આ ફીચર માટે લોકો પાસેથી ફીડબેક લેશે અને તેમના અનુભવને વધારે સારો બનાવશે.

આ પણ જુઓઃ જાણો કેવી રીતે આપણા આ સેલેબ્સ કરવાના છે નવરાત્રીની ઉજવણી....

જણાવવામાં આવી રહ્યું છે કે આ ફીચરથી એ લોકોને પણ ફાયદો થશે જેઓ ફેસબુક પર ઓછા લાઈક્સથી પરેશાન રહે છે. ઓછી લાઈક્સના કારણે લોકો પોસ્ટ કરવાથી પણ દૂર રહે છે અથવા તો પોસ્ટ ડિલીટ કરી દે છે. ફેસબુકનું ટાર્ગેટ આ લોકોને એક નવો અનુભવ આપવાનો છે.

facebook tech news