ફેસબુક પોતાની આ સર્વિસ બંધ કરી રહી છે, જાણો વિગતો

26 January, 2019 04:16 PM IST  | 

ફેસબુક પોતાની આ સર્વિસ બંધ કરી રહી છે, જાણો વિગતો

ફેસબુક (Facebook) એ જાહેરાત કરી છે કે તે 25 ફેબ્રુઆરીના રોજ પોતાની ફોટો સેવીંગ અને શેરીંગ એપ Moments બંધ કરી રહી છે. ફેસબુકે કહ્યું કે આ Moments ને લોકો કોઇ ખાસ પ્રતિસાદ આપી રહ્યા ન હતા અને લોકો બહુ ઓછી સંખ્યામાં આ સર્વિસનો ઉપયોગ કરે છે. આ કારણથી અમે આ સર્વિસને બંધ કરીએ છીએ. CNET એ Moments ના પ્રોડક્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર રૂષભ દોષીના હવાલાથી લખતા કહ્યું કે, “અમે Moments App માટે સપોર્ટ બંધ કરી રહ્યા છીએ. પણ જે લોકો આ સર્વિસના માધ્યમથી ફોટો શેર કરતા હતા તેમના માટે સારા સમાચાર નથી. એટલા માટે અમે Facebook એપમાં મેમોરી સેવ કરવાનું ચાલુ રીખીશું.”

ડાઉનલોડ્સ ઘટ્યા

જોકે, કંપનીએ આ એપના યુઝર્સના આકડાનો ખુલાસો નથી કર્યો. માત્ર એટલું કહ્યું કે ફેસબુક વધારે યુઝર્સ ન હોવાને કારણે આ એપ બંધ કરી દેવામાં આવશે. મોબાઇલ એનાલિટીક્સ ફર્મ Senson Tower ના જણાવ્યા પ્રમાણે લોન્ચ થયા બાદથી 8.7 કરોડ iOS અને એંડ્રોયડ યુઝર્સે આ એપ ડાઉનલોડ કરી હતી. જુન 2016માં આ એપના 1.07 કરોડ ડાઉનલોડ્સ હતા. જોકે ગત મહિને આ ઘટીને 1.50 લાખ જ રહ્યો હતો.

ઇ-મેલ અમે એપ એલર્ટથી આપી જાણકારી

ફેસબુકે Moment એપમા યુઝર્સને ઇમેલ અને એપ એલર્ટના માધ્યમથી આ અંગેની જાણકારી આપી હતી કે તે આ એપ બંધ કરે છે. કારણ કે લોકોને પોતાની ફોટો હટાવવામાં સમય લાગી શકે છે તે માટે ફેસબુકે એક વેબસાઇટ બનાવી છે. આ વેબસાઇટ મે મહિના સુધી ચાલશે. અહિથી યુઝર્સ પોતાના કોમ્યુટર કે ફોનમાં પોતાના ફોટો એક્સપોર્ટ કરી શકશે. તો લોકો Moments ફોટોને ફેસબુકના મુખ્ય એપના આલ્બમમાં અપલોડ કરી શકે છે. Facebook એ Moments ને 2015માં લોન્ચ કરી હતી.

આ પણ વાંચોઃઅમિતાભ બચ્ચન ફેસબુકથી નારાજ

આ પહેલા ફોટોની આ એપ પણ બંધ થઇ ચુકી છે

ફેસબુકે Moments App બંધ કરવાની જાહેરાત કરી છે. ત્યારે તમને જણાવી દઇએ કે આ પહેલા ઘણી ફોટો શેરીંગ એપ પણ લોકોનો ઓછો પ્રતીસાદ આવવાના કારણે બંધ થઇ ગઇ હતી. જેમ કે Paper, Lifestage and Like tbh જેવી ફોટો એપ થોડા વર્ષો પહેલા બંધ કરી દીધી હતી.

tech news