ફેસબુકનું નામ બદલાયું હવે મેટા તરીકે ઓળખાશે, CEO માર્ક ઝુકરબર્ગે કરી જાહેરાત

29 October, 2021 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

છેલ્લા કેટલાક દિવસથી ફેસબુકના નામ બદલાવાની અટકળો લગાડવામાં આવતી હતી. જેના પછી આજે કંપનીના ફાઉન્ડર અને સીઇઓ માર્ક ઝુકરબર્ગે નવા નામની જાહેરાત કરી દીધી છે.

પ્રતીકાત્મક તસવીર

સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ફેસબુકે પોતાનું નામ બદલી દીધું છે. ગુરુવારે ફેસબુકે કંપનીનું નામ બદલીને `મેટા` કરવાની જાહેરાત કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસથી ફેસબુકના નામ બદલાવાની અટકળો લગાડવામાં આવતી હતી. જેના પછી આજે કંપનીના ફાઉન્ડર અને સીઇઓ માર્ક ઝુકરબર્ગે નવા નામની જાહેરાત કરી દીધી છે.

માર્ક ઝુકરબર્ગે પોતાની કંપનાના કનેક્ટ વર્ચ્યુઅલર રિયલીટ કૉન્ફ્રેન્સમાં કહ્યું કે અમે જે કંઇપણ કરીએ છીએ તેને સામેલ કરવા માટે એક નવી કંપની બ્રાન્ડને સ્વીકારવાનો સમય આવી ગયો છે. ઝુકરબર્ગે કહ્યું કે હવે અમે મેટાવર્સ થવા જઈ રહ્યા છીએ ફેસબુક નહીં.

જણાવવાનું કે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે જુલાઇમાં અર્નિંગ કૉલમાં કહ્યું હતું કે કંપનીનું ભવિષ્ય `મેટાવર્સ`માં છે. ફેસબુક જે લક્ષ્ય સેવી રહી છે તે એક આલ્ફાબેટ ઇન્ક જેવી હૉલ્ડિંગ કંપની છે- જે એક સંગઠન હેઠળ ઇન્સ્ટાગ્રામ, વૉટ્સએપ, ઓકુલસ અને મેસેન્જર જેવી અનેક સોશિયલ નેટવર્કિંગ એપમાંની એક છે.

ઉલ્લેખનીય છે કે 18 ઑક્ટોબરના ફેસબુકે કહ્યું હતું કે આગામી પાંચ વર્ષોમાં યૂરોપીય યૂનિયનમાં 10,000 લોકોને કામ પર પાખવાની યોજના ઘડી છે જેથી મેટાવર્સ બનાવવામાં મદદ મળી શકે. મેટાવર્સ (Metaverse) - એક નની ઑનલાઇન દુનિયા છે જ્યાં લોકો હાજર છે અને શેયર્ડ વર્ચ્યુઅલ સ્પેસમાં સંવાદ કરે છે. ફેસબુકે વર્ચ્યુઅલ રિયાલિટી અને ઑગમેન્ટેડ રિયાલિટીમાં ભારે ઇન્વેસ્ટ કર્યું છે અને પોતાના લગભગ ત્રણ અરબ યૂઝર્સને અનેક ડિવાઇસેસ અને એપ્સના માધ્યમે જોડાવાનો ઇરાદો છે.

technology news tech news facebook