આ દેશમાં સાવ ઠપ્પ થયું ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પણ ડાઉન...

28 September, 2019 01:11 PM IST  |  મુંબઈ

આ દેશમાં સાવ ઠપ્પ થયું ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પણ ડાઉન...

બ્રિટેનમાં ફેસબુક થયું ડાઉન

બ્રિટેનમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સાવ ઠપ્પ થઈ જવાની ફરિયાદ યૂઝર્સે કરી છે. હજારો યૂઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર કહ્યું કે બ્રિટેનની સાથે સાથે યૂરોપના કેટલાક હિસ્સાઓમાં પણ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર લોગ-ઈન નથી કરી શકતા. વેબસાઈટડાઉન ડિટેક્ટર પ્રમાણે, 66 ટકા યૂઝર્સના ફેસબુક પુરી રીતે કામ નથી કરી શકતા. જ્યારે 23 ટકા યૂઝર્સે કહ્યું કે તેઓ ફેસબુકમાં લોગ-ઈન નથી કરી શકતા.

સમાચાર એજન્સી આઈએએનએસે રિપોર્ટ્સના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બંને જ સોશિયલ નેટવર્કિંગ સાઈટ શનિવાર સવારે ફરીથી સારી રીતે કામ કરવા લાગ્યા. એક યૂઝરે કહ્યું કે આખા યૂરોપમાં ફેસબુક ડાઉન છે, જ્યારે એક યૂઝરે એ પણ લખ્યું કે નિશ્ચિત રીતે તે ડાઉન છે. કેટલાક યૂઝર્સે એ પણ લખ્યું કે ફેસબુક જ નહીં ઈન્સ્ટાગ્રામ પણ ડાઉન છે. જો કે, આ તમામ વચ્ચે ફેસબુકની તરફથી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી.આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

હજારો યૂઝર્સે બ્રિટેનમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પૂરી રીતે ઠપ્પ હોવાની ફરિયાદ કરી છે. યૂઝર્સે ટ્વિટર પર લખ્યું કે તેઓ ફેસબુક પર લૉગ-ઈન જ નથી કરી શકતા. એટલું જ નહીં 27 જાન્યુઆરીની સવારે પણ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટિંગર, હિપચેટ એપના બંધ પડવાની ફરિયાદો સામે આવી રહી હતી.

facebook tech news