ગૂગલ અને એપલ એપ સ્ટોરમાંથી હટાવાશે ટિકટોક, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

16 April, 2019 03:52 PM IST  |  નવી દિલ્હી

ગૂગલ અને એપલ એપ સ્ટોરમાંથી હટાવાશે ટિકટોક, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

ટિકટોકના વપરાશકર્તા માટે મહત્વના સમાચાર

સૂચના અને પ્રસારણ મંત્રાલયે ટિકટોક એપ્લિકેશનને વધુ ડાઉનલોડ થતી રોકવા માટે તેને ગૂગલ અને એપલના એપ્લિકેશન સ્ટોરમાંથી હટાવવાનું કહ્યું છે.

સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના ટિકટોક એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યા બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે આ એપ્લિકેશનને વધુ ડાઉનલોડ થતી અટકાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેના પગલે આ એપ્લિકેશન ગૂગલ અને એપલના પ્લે સ્ટોરમાં ડીલીટ કરવામાં આવી શકે છે. જો કે જેમણે ટિકટોક પહેલાથી જ ડાઉનલોડ કરી લીધું છે તેમના પર આ આદેશની અસર નહીં થાય.

ટિકટોક ચીનની કંપની બાઈટડાન્સે બનાવી છે. તેમણે આ મામલે એક નિવેદનમાં કહ્યું કે તેમને ભારતની ન્યાય પ્રક્રિયા પર પુરો ભરોસો છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે ટિકટોક તેના કન્ટેન્ટ પર સતત નજર રાખી રહ્યું છે. વાંધાજનક લાગે તેવું કન્ટેન્ટ હટાવવામાં પણ આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ ટિકટોકે લીધો જીવઃ દિલ્હીના યુવકનું વીડિયો બનાવતી વખતે ગોળી ચાલી જતા મોત

ટિકટોક છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં આવી રહી છે. એપ્લિકેશનમાં અશોભનીય કન્ટેન્ટ હોવાની ફરિયાદો આવતા ટિકટોકે 60 લાખ જેટલા વીડિયો દૂર પણ કર્યા હતા. શનિવારે દિલ્હીમાં પણ એક ઘટના સામે આવી હતી જેમાં એક યુવાનનું ટિકટોકનો વીડિયો બનાવતા સમયે ભૂલથી ગોળી ચાલી જતા મોત થઈ ગયું હતું.

supreme court