સાવધાન, Tiktok પર આવા વીડિયો બનાવશો તો એકાઉન્ટ થઇ જશે બંધ

28 July, 2019 10:50 PM IST  |  Mumbai

સાવધાન, Tiktok પર આવા વીડિયો બનાવશો તો એકાઉન્ટ થઇ જશે બંધ

Mumbai : ભારતનું સૌથી મોટું સૌશિયલ મીડિયા પ્લેટફોર્મ Tiktok ને લઇને મહત્વની સુચના છે. હવે ટીકટોક પ્લેટફોર્મ પર હવે ગેરકાયદેસર અનમે અશ્લીલ વીડિયો બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલે જો હવે તમે ટીકટોક પર આવા વીડિયો મુકશો તો તમારૂ એકાઉન્ટ હંમેશા માટે બંધ કરી દેવામાં આવી શકે છે.

સરકારે ટીકટોક પર ગેરકાયદેસર કન્ટેન્ટને લઇને કડક વલણ અપનાવ્યું છે
હાલમાં જ ભારત સરકારે ગેરકાયદે કન્ટેન્ટને લઇને ટિક-ટૉકને પ્રશ્ન પૂછ્યા છે. રાજ્યસભામાં ઉઠેલા પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે ટિકટોક દ્વારા ગેરકાયદેસર સામગ્રી ફેલાવા અંગે અનેક અહેવાલો આવ્યા હતા, જેની સરકારે વિસ્તૃત માહિતી માંગી છે.

શું કહે છે કાયદો...?
ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, 'આઇટી એક્ટ, 2000 મુજબ ટિક-ટોક એક મધ્યવર્તી છે. આ સંદર્ભમાં ગેરકાયદેસર કૃત્યને આઇટી એક્ટ હેઠળ દૂર કરી શકાય છે. આઇટી એક્ટની કલમ 79 કહે છે કે વચેટિયાઓ એ વાતને ધ્યાનમાં રાખશે કે કોઈપણ હાનિકારક અથવા ગેરકાયદેસર કન્ટેન્ટને ન ફેલાવવા જોઈએ. એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ ગેરકાયદેસર સામગ્રી મધ્યસ્થીની માહિતી સરકાર અથવા કોર્ટ દ્વારા લાવવામાં આવે છે, ત્યારે તે અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ તે કન્ટેન્ટને દૂર કરે છે.

સરકારના આદેશ બાદ 60 લાખ વીડિયોઝ ડીલિટ કર્યા
હાલમાં જ ટિકટોકે અશ્લીલ કન્ટેન્ટ અને પોલિસીનું ઉલ્લંઘન કરનારના 60 લાખ વીડિયો ડિલીટ કર્યા છે. કંપનીના અધિકારીએ કહ્યું કે આ વીડિયો ભારતના માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. વીડિઓ પ્રતિબંધ કરવા પાછળનો હેતુ ટિકટોક પ્લેટફોર્મ પર ગેરકાયદેસર અને અશ્લીલ સામગ્રીને દૂર કરવી જોઇએ.

વિશ્વભરમાં ટીકટોક પર 80 કરોડ યુઝર્સ છે
ટીક ટોકના વિશ્વભરમાં 80 કરોડ યૂઝર્સ છે. ટિકટોકની પેરેન્ટ કંપની Beijing Bytedance Technology Co. એ જણાવ્યું હતું કે ભારતમાં એપ્લિકેશનના 200 કરોડ કરતા વધારે યૂઝર્સો છે. ટિકટોક ઇન્ડિયાના ડિરેક્ટર (વેચાણ અને ભાગીદારી) સચિન શર્માએ કહ્યું છે કે કંપની તેના સમુદાયની દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતી કોઈપણ પ્રકારની સામગ્રીનું સમર્થન અથવા પ્રમોશન કરતી નથી.

આ પણ જુઓ : મમતા આચાર્યઃઆ ગુજરાતી ડિમ્પલ ગર્લ ટિકટોક પર છે સુપરહિટ

આ એપ્લિકેશનમાં લોકોને થોડી સેકન્ડ સુધી લાંબો વીડિયો શેર કરવાની મંજૂરી આપે છે. યૂઝર્સ તમામ પ્રકારના વીડિયોઝ અપલોડ કરવા અને શેર કરવા માટે ટિકટોકનો ઉપયોગ કરે છે.

technology news