BSNL એ 200GB નો નવો ડેટા પ્લાન લોન્ચ કર્યો

29 October, 2019 09:35 PM IST  |  Mumbai

BSNL એ 200GB નો નવો ડેટા પ્લાન લોન્ચ કર્યો

Mumbai : સરકારી ટેલિકોમ કંપનીએ નવો પ્રી-પેઈડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં ફક્ત ડેટા આપવામાં આવશે. આ પ્લાનની વેલિડિટી 180 દિવસની છે, જેમાં 200GB નો ડેટા આપવામાં આવ્યો છે. તેમાં વોઈસ કોલિંગ અને MMSની સુવિધઆ આપવામાં નહીં આવે. આ પ્લાન એક સીમિત સમય સુધી જ લોન્ચ કરવામાં આવ્યો છે.


BSNLનાં 698 રુપિયાવાળા આ પ્લાનની જાણકારી તેની ઓફિશિયલ વેબસાઈટ પર પણ આપવામાં આવી છે. આ પ્લાન હાલ માત્ર આંધ્રપ્રદેશ-તેલંગાણામાં એક્ટિવ છે. આ પ્લાન 15 નવેમ્બર સુધી જ એક્ટિવ રહેશે.

આ પણ જુઓ : આવી હશે 2069માં આપણી લાઈફસ્ટાઈલ, મળશે આવી સુવિધાઓ

BSNLએ તાજેતરમાં જ કેટલાક રિચાર્જ પર મુંબઈ અને દિલ્હીનાં સર્કલમાં ફ્રી કોલિંગ સેવાનું એલાન કર્યું હતું. પરંતુ હવે 429, 485 અને 666 રુપિયાના પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

bsnl technology news tech news