BSNL આ પ્લાન સાથે ઑફર કરી રહ્યું છે 100 Mbps સાથે ડેઈલી 33GB ડેટા

07 September, 2019 04:08 PM IST  |  મુંબઈ

BSNL આ પ્લાન સાથે ઑફર કરી રહ્યું છે 100 Mbps સાથે ડેઈલી 33GB ડેટા

BSNL ઑફર કરી રહ્યું છે 100 Mbps સાથે ડેઈલી 33GB ડેટા

રિલાયન્સ જીયો ફાયબર પ્લાન્સના વ્યાવસાયિક રીતે રોલ આઉટ થયા બાદ ટેલિકોમ સેક્ટરમાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે. પબ્લિક સેક્ટરની કંપની બીએસએલએ પોતાના ભારત ફાઈબરની હાઈ સ્પીડ બ્રોડ બેન્ડ સેવામાં યૂઝર્સને પ્રતિદિન 33 જીબી ડેટા ઑફર કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે 33 જીબી ડેટા ઑફર કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ જીયો ફાયબરના બ્રોડબેન્ડ પ્લાન્સ અંતર્ગત 6 પ્લાન લૉન્ચ કર્યા છે. આ પ્લાન 699થી શરૂ થઈને 8, 499 સુધી જાય છે. જીયો ફાયબરના બ્રોડ બેન્ડ પ્લાન સાથે યૂઝર્સને ઓછામાં ઓછા 100 એમબીપીએસની સ્પીડ સાથે ડેટા ઑફર કરવામાં આવી રહ્યો છે. તેના સૌથી પ્રીમિયમ બે પ્લાનમાં યૂઝર્સને 1 જીબીપીએસ સુધીની સ્પીડમાં ડેટા ઑફર કરવામાં આવી રહ્યો છે.

BSNL Bharat Fiberના રૂપિયા 1, 999ના પ્લાન સાથે યૂઝર્સને પ્રતિદિન 33જીબી ડેટા ઑર્ડર કરવામાં આવી રહ્યો છે. સાથે ફ્રી લેન્ડલાઈન પર ઑફર કરવામાં આવી રહ્યો છે. યૂઝર્સને કુલ મળીને એક મહિનાનો 1, 000 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. જો કે, આ બ્રોડબેન્ડ પ્લાનને ફેર યૂસેઝ પોલિસી અંતર્ગત લાવવામાં આવ્યો છે. એટલે કે જો તમે 33 જીબી ડેટા વાપરી લો તો, તમને ઈન્ટરનેટ મળશે પરંતુ તેની સ્પીડ 4 એમબીપીએસ થઈ જશે.

આ પણ જુઓઃ જ્યારે ઈશા અંબાણી, શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ પહોંચ્યા ઈવેન્ટમાં,જુઓ તસવીરો

BSNL Bharat Fiberના આ પ્લાનની સામે તમે રિયાયન્સ જિયો ફાયબર ડાયમન્ડને લઈ શકો છે. જેમાં યૂઝર્સને કુલ 1, 250 જીબી આપવામાં આવે છે. આ પ્લાનનો સબસ્ક્રીપ્શન ચાર્જ 2, 499 પ્રતિ મહિના છે. વેલકમ ઑફર સાથે તમને આ પ્લાનમાં ફ્રી સેટ-ટોપ બોક્સ, ફ્રી લેન્ડ લાઈન પણ આપવામાં આવશે. અહીં તમને 500જીબી સુધીની સ્પીડ મળી શકે છે.

bsnl reliance