JioFibreને ટક્કર આપી રહ્યો છે BSNLનો ફેમિલી કોમ્બો પ્લાન

13 August, 2019 02:16 PM IST  |  મુંબઈ

JioFibreને ટક્કર આપી રહ્યો છે BSNLનો ફેમિલી કોમ્બો પ્લાન

JioFibreને ટક્કર આપી રહ્યો છે BSNLનો ફેમિલી કોમ્બો પ્લાન

BSNL પોતાના ફેમિલી કોમ્બો પ્લાનમાં આકર્ષક ઑફર આપી રહ્યું છે. 1199 રૂપિયાના આ પેકમાં ગ્રાહકોને બ્રોડબેન્ડ અને મોબાઈલ નેટવર્ક સેવાઓ આપવામાં આવી રહી છે. BSNL BBG Combo ULD 1199 ફેમિલી કોમ્બો પ્લાન છે. તેમાં બેઝિક બ્રોડબેન્ડ પ્લાન સાથે મોબાઈલ નેટવર્ક સેવાઓ પણ મળે છે. જેમાં ફ્રી ડેઈલી ડેટા અને અનલિમિટેડ વૉઈસ કૉલિંગનો વિકલ્પ મળે છે.  રિલાયન્સ જીયો ફાયબર બ્રોડબેન્ડ પ્લાન્સ હવે કંપનીએ કન્ફર્મ કરી દીધો છે. જે 799 રૂપિયાથી શરૂ થશે.

તમને જણાવી દઈએ કે, જીયો ફાયબરે અત્યાર સુધીમાં કોઈ એવો પ્લાન ઑફર નથી કર્યો, જેમાં 4G અને જીયો ફાયબર બંને સેવાઓ મળતી હોય. ત્યાં જ BSNLનો 1199નો પ્લાન આ ઑફર આપી રહ્યો છે. રિલાયન્સ જિયોનું કહેવું છે કે જિયો ફાયબર પ્લાન્સની સાથે બંડલ્ડ ટીવી અને બ્રોડબેન્ડ પ્લાન આ ઑફર આવી રહ્યું છે. આ જગ્યા પર BSNLનો આ પ્લાન એક કદમ આગળ નીકળી જાય છે. જો કે, તેમાં સામાન્ય લાભ તો મળી જ રહ્યા છે.

આ પણ જુઓઃ Vyoma Nandi: આ ગુજરાતણની ઢોલીવુડથી લઈ ટોલીવૂડ સુધી છે બોલબાલા

BSNL Rs 1,199 Family Combo Planમાં 10Mbps સ્પીડની સાથે પ્રતિ દિન 30GB FUP સીમા છે. સીમા ખત્મ થતા આ સ્પીડ 2Mbps થઈ જાય છે. સ્પીડ સીમા ખતમ થતા 2Mbps સુધી કોઈ સીમા નથી. આ પ્લાન યૂઝર્સને ભારતમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ લેન્ડલાઈન કૉલિંગ મળે છે. બ્રૉડબેન્ડ પ્લાનની સાથે સાથે યૂઝર્સને 3 મોબાઈલ સિમ કનેક્શન પણ મળે છે. આ ત્રણેય સિમમાં ભારતમાં કોઈ પણ નેટવર્ક અનલિમિટેડ ફ્રી વૉઈસ કૉલિંગ, 1 જીબી ડેટા પ્રતિ દિવસ અને ફ્રી રિંગબેક ટોન મળે છે. સાથે ઑનલાઈન ટીવીનો એક્સેસ પણ મળે છે. આ પ્લાન માટે અલગ અલગ ઓપ્શન પણ છે. જેની કિંમત 2, 000 રૂપિયા સુધી જાય છે.

bsnl reliance tech news