સાવધાન! જો WhatsApp પર કર્યું આ કામ તો જવું પડશે જેલ

31 December, 2018 02:36 PM IST  | 

સાવધાન! જો WhatsApp પર કર્યું આ કામ તો જવું પડશે જેલ

ધ્યાન રાખીને વાપરજો WhatsApp

ફેસબુકની માલિકીની કંપની વ્હોટ્સએપએ ફેક ન્યૂઝ રોકવા માટે અનેક નુસખાઓ અપનાવ્યા છે. વ્હોટ્સએપએ લોકોને એક બીજા સાથે વાત કરવાનું સરળ માધ્યમ ઉપલબ્ધ કરાવ્યું છે. ચેટિંગથી લઈને વીડિયો કૉલ અને વૉઈસ કૉલિંગથી વાત પણ કરી શકો છો. કોઈ ખબર કે ન્યૂઝ ફેલાવવાની વાત આવે ત્યારે પણ વ્હોટ્સએપ મહત્વની ભૂમિકા ભજવે છે.

વ્હોટ્સએપનો દાવો છે કે તેનું પ્લેટફોર્મ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ છે. એટલે કે તમે જે મેસેજ મોકલો છો તે સાંકેતિક ભાષામાં રૂપાંતરિત થઈ જાય છે અને તેને કોઈ વાંચી નથી શકતું. જો કે બહુ ઓછા લોકો જાણે છે કે જો માંગવામાં આવે તો વ્હોટ્સએપ આ ડેટા કાયદાકીય સંસ્થાઓને મોકલે છે. પોલીસ વિભાગના માંગવા પર યૂઝરનું નામ, આઈપી એડ્રેસ, મોબાઈલ નંબર, લોકેશન સહિતની જાણકારી મળી શકે છે. એટલું જ નહીં પોલીસને એ પણ ખબર પડી શકે છએ તમે કોની સાથે ક્યારે અને કેટલી વાર સુધી વાત કરી રહ્યો છે. એવામાં ઈન્ફૉર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 અંતર્ગત જો તેમને વ્હોટ્સએપ પર કોઈ કાયદો તોડો છે તો તમારી ધરપકડ થઈ શકે છે.

WhatsApp પર આ કામ કરશો તો થઈ શકે છે જેલ

આ પણ વાંચોઃ હવે ઉડશે તમારી કાર, બુકિંગ થઈ ચૂક્યું છે શરૂ



tech news