નેટફ્લિક્સે ભારતીય યૂઝર્સને આપ્યો ઝટકો,હવે આ સસ્તો પ્લાન નહીં થયા લૉન્ચ

27 July, 2019 06:03 PM IST  |  મુંબઈ(ટેક ડેસ્ક)

નેટફ્લિક્સે ભારતીય યૂઝર્સને આપ્યો ઝટકો,હવે આ સસ્તો પ્લાન નહીં થયા લૉન્ચ

નેટફ્લિક્સે ભારતીય યૂઝર્સને આપ્યો ઝટકો

આ વર્ષે માર્ચમાં નેટફ્લિક્સે ભારતમાં બે સસ્તા પ્લાન ટેસ્ટ કર્યા હતા. જેમાં એક મંથલી પ્લાન હતો અને એક વીકલી પ્લાન. કેટલાય દિવસોથી એ ચર્ચાનો વિષય બન્યો હતો કે નેટફ્લિક્સ ભારતીય યૂઝર્સ માટે સસ્તો પ્લાન ઉતારવાની તૈયારીમાં છે. નેટફ્લિક્સ જે મંથલી પ્લાનને ટેસ્ટ કરી રહ્યું હતું તેની કિંમત 250 રૂપિયા હતી અને જે વીકલી પ્લાન ટેસ્ટ કરી રહ્યું હતું તેની કિંમત 65 રૂપિયા હતી. આ સસ્તા પ્લાનને ટેસ્ટ કરવાનું મુખ્ય કારણ ભારતાં અન્ય ઑનલાઈન વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસથી નેટફ્લિક્સને મળી રહેલો પડકાર હતો. નેટફ્લિક્સ ઈચ્છતું હતું કે ભારતમાં તેનો યૂઝર બેઝ વધે.

આ અઠવાડિયે નેટફ્લિક્સે પોતાનો સસ્તો મંથલી પ્લાન 199 રૂપિયામાં લૉન્ચ કર્યો છે. આ પ્લાનને લાંબા સમયથી પાઈપ લાઈનમાં રાખવામાં આવ્યો હતો. આ પ્લાનના લૉન્ચ થતાની સાથે જ નેટફ્લિક્સે તમામ લોકોને ચોંકાવી દીધા હતા. કારણ કે નેટફ્લિક્સ 250 રૂપિયા વાળા પ્લાનનું ટેસ્ટિંગ કરી રહ્યું હતું અને તેણે આ પ્લાનને આધિકારીક પ્લાન તરીકે લૉન્ચ કર્યો. આ પ્લાનના લૉન્ચ સમયે નેટફ્લિક્સે પોતાના સાપ્તાહિક પ્લાન વિશે કોઈ વાત નથી કરી. મીડિયા રીપોર્ટ્સનું માનવામાં આવે તો નેટફ્લિક્સ હાલ આવો કોઈ પ્લાન લૉન્ચ નથી કરી રહ્યું.

આ પણ જુઓઃ રાજકોટની આ 'ડાન્સિંગ ડોલ' મચાવી રહી છે ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં ધમાલ

નેટફ્લિક્સ હાલ મોબાઈલ યૂઝર્સને 199 રૂપિયા પ્રતિ મહિનામાં પ્લાન ઑફર કરી રહ્યું છે. જેની સાથે 499 રૂપિયાનો બેઝિક પ્લાન, 649 રૂપિયા પ્રતિ મહિનાનો સ્ટાન્ડર્ડ પ્લાન અને 799 રૂપિયા પ્રતિ મહિનાનો પ્રીમિયમ પ્લાન ઑફર કરી રહ્યું છે. ગયા મહિને લૉન્ચ કરવામાં આવેલા 199 રૂપિયા વાળા મંથલી પ્લાનને ખાસ ભારતીય બજારને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યો છે. જે અંતર્ગત યૂઝર્સ નેટફ્લિક્સ માત્ર ફોન કે ટેબમાં જ યૂઝ કરી શકસે.

netflix tech news