Apple પોતાના ફોલ્ડેબલ iPad પર કરી રહ્યું છે કામ, 5G સપોર્ટ આવી શકે

07 July, 2019 04:46 PM IST  |  મુંબઈ

Apple પોતાના ફોલ્ડેબલ iPad પર કરી રહ્યું છે કામ, 5G સપોર્ટ આવી શકે

Apple પોતાના ફોલ્ડેબલ iPad પર કરી રહ્યું છે કામ

આ વખતે આયોજિત મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં સેમસંગ અને હુવેઈએ પોતાનો ફોલ્ડેબલ સ્માર્ટફોન રજૂ કર્યો હતો. હવે અમેરિકાની ટેક કંપની એપલ પણ પોતાના ફોલ્ડેબલ ડિવાઈસ પર કામ કરી રહ્યા છે. એપલનું આ ફોલ્ડેબલ ડિવાઈલ આઈપેડ હશે જે 5G સપોર્ટ સાથે આવી શકે છે. આ વાતની જાણકારી લંડન સ્થિત ગ્લોબલ ઈંફોર્મેશન પ્રોવાઈડર IHS માર્કેટના અનેલિસ્ટ જેફ લિનના હવાલાથી મળી છે. જેફ લિનના પ્રમાણે આ પ્રકારના ડિવાઈસ પર કંપની કામ કરી રહી છે અને 2020માં તેને લૉન્ચ કરી શકે છે.

અમેરિકાના મીડિયા અનુસાર, આ 5G ઈવેબલ્ડ ફોલ્ડેબલ આઈપેડમાં 12.9 ઈંચની સ્ક્રીન આપવામાં આવી શકે છે. આ ડિવાઈસ 5G સેલ્યુલર રેડિયોનો સપોર્ટ કરીને શકાય છે. જેની મદદથી ફાસ્ટ ઈન્ટરનેટ બ્રાઉઝિંગનો લાભ આપી શકાશે. હાલ કંપનીનું એકપણ 5G ઈનેબલ્ડ ડિવાઈસ બજારમાં ઉપલબ્ધ નથી. જ્યારે એપલને પડકાર આપનારી કંપનીઓ હુવેઈ અને સેમસંગ પોતાના 5G સ્માર્ટફોન્સ રજૂ કરી ચુક્યા છે. જેને જલ્દી જ વ્યવાસાયિક રીતે દુનિયા ભરના દેશમાં ઉતારવામાં આવશે.

આ પણ વાંચોઃ રિલાયન્સે લોન્ચ કર્યો જિયો ફોન 2, કિંમત માત્ર 2999

આ વર્ષ મે મહિનામાં આઈફોન નિર્માતા કંપનીએ પોતાના iPhone 5Gના વિશે પ્લાનની જાણકારી આપતા કહ્યું હતું કે તેના 5G ચિપને બજારમાં ઉતારવા માટે ઓછામાં ઓછા 6 વર્ષનો સમય લાગી શકે છે. તેને 2025 સુધીમાં બજારમાં ઉતારી શકાય છે. એવામાં કંપની કોઈ અન્ય ઈક્વીપમેંટ મેન્યુફેક્ચરરથી પોતાના ફોલ્ડેબલ ડિવાઈસ માટે 5G ચિપ ખરીદી શકે છે. હવે જોવાનું એ છે કે એપલનું આ ફોલ્ડેબલ 5G ડિવાઈસ કેવું હશે.

tech news apple