iPhoneના ચાહકોને ખુશખબર ફોનમાં મળશે ટ્રિપલ રિયર કેમેરા સહિત, આ ફિચર્સ

21 April, 2019 04:19 PM IST  | 

iPhoneના ચાહકોને ખુશખબર ફોનમાં મળશે ટ્રિપલ રિયર કેમેરા સહિત, આ ફિચર્સ

ફાઈલ ફોટો

Iphone ના ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. એપલ તેમના iphone 2019ની સિરીઝમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. એપલના આગળના ફોન iphoneની 11મી સિરીઝમાં ઘણા બદલાવ કરી શકે છે. iphone તેની 11મી સિરીઝમાં એન્ડ્રોઈડ ફ્લેગશિપ સ્માર્ટફોનની જેટ ટ્રિપલ રિઅર કેમેરા આપવામાં આવી શકે છે. સેલ્ફી કેમેરાને પણ પહેલાની સિરીઝના ફોન કરતા વધારે સારો કરવાની તૈયારી ચાલી રહી છે.

આ નવા ફિચર્સ Iphone માં આવી શકે છે

હાલમાં આવેલા એક રિપોર્ટ અનુસાર એપલ iphone 2019 સિરીઝના 2 મોડલમાં ટ્રિપલ કેમેરા આપવામાં આવી શકે છે. iphoneના લેટેસ્ટ મોડલ iphone xs અને iphone xs maxમાં 7 મેગા પિક્સલ્સનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યા હતા. જે હવે આગામી ફોન્સમા 7 ની જગ્યાએ 12 પિક્સલ્સ કરવામાં આવી શકે છે. એપલના એનાલિસ્ટ કુઓએ આ વાતનો ખુલાસો કર્યો હતો કુઓ મુજબ આવનારા iphone મોડલમાં 3 રિઅર કેમેરા આપવામાં આવી શકે છે જેમાં દરેક કેમેરા 12 મેગાપિક્સલ્સના રહેશે

 

આ પણ વાંચો: 5 કેમેરા સાથે દુનિયાનો પહેલો ફોન લોન્ચ કરશે નોકિયા

 

કેમેરા ફંકશન વિશે જણાવતા કુઓએ કહ્યું હતું કે, રિઅર કેમેરામાં વાઈડ એન્ગલ લેન્સ, અલ્ટ્રા વાઈડ લેન્સ અને ટેલીફોટો લેન્સ રહેશે જમાં 3D ToF પણ રહેશે. આ સિવાય ફોન 6.1 ઈન્ચની ડિસ્પ્લે સાથે આવશે. ફોનમાં ટુ વે વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સિસ્ટમ પણ રહેશે. જેની મદદથી એરપોર્ડને પણ ચાર્જ કરી શકાશે.

apple iphone