એમેઝોન પર Apple Fest, iPhoneXથી લઈને XR પર મોટું ડિસ્કાઉન્ટ

24 December, 2018 07:29 PM IST  | 

એમેઝોન પર Apple Fest, iPhoneXથી લઈને XR પર મોટું ડિસ્કાઉન્ટ

iPhone Xથી લઈને Brand new iPhone XR સુધી ના કેટલાય પ્રોડક્ટ્સને ઓછી કિંમતે ખરીદી શકાય છે.

એમેઝોન ઈન્ડિયા પર એપલ ફેસ્ટ ચાલી રહ્યું છે. આ ફેસ્ટ દરમિયાન iPhones, MacBooks, iPads, Apple Watch સહિત બીજી કેટલીય વસ્તુઓ પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, તો સાથે કેટલીક ઈન્ટ્રેસ્ટિંગ ડીલ્સ પણ આપવામાં આવી રહી છે. આ ફેસ્ટ 8 ડિસેમ્બરથી શરૂ થઈ ગયો છે અને 14 ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં તમે iPhone Xથી લઈને Brand new iPhone XR સુધી ના કેટલાય પ્રોડક્ટ્સને ઓછી કિંમતે ખરીદી શકો છો.

iPhone X

આ ફોનનું 64 GB સ્ટોરેજ વેરિયંટને 16,901 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે અવેલેબલ છે. ડિસ્કાઉન્ટ બાદ આ ફોન તમને 74,999 રૂપિયામાં પડશે. તો આ જ ફોનના 256 GB સ્ટોરેજ વેરિયંટને તમે 18,931ના ડિસ્કાઉન્ટ સાથે 89,999 રૂપિયામાં ખરીદી શક્શો. આ સિવાય 16,000 રૂપિયાની એક્સચેંજ ઑફર પણ મળી રહી છે.

iPhone 8

આ ફોનના 64 GB સ્ટોરેજ વેરિયંટ પર 12,941 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ આ ફોન તમે 54,999 રૂપિયામાં ખરીદી શક્શો. આ સિવાય 256 GB સ્ટોરેજ વેરિયંટને 12,501 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 68,999 રૂપિયામાં ખરીદી શકાશે.

iPhone 8 Plus

આ ફોનનું 64 GB સ્ટોરેજ વેરિયંટ પર 12,561 રૂપિયાનું ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાશે. ડિસ્કાઉન્ટ બાદ આ ફોન 64,999 રૂપિયામાં મેળવી શકાશે. આ ફોનના 256 GB સ્ટોરેજ વેરિયંટ પર  11,111 રૂપિયાનું જબરજસ્ત ડિસ્કાઉન્ટ કંપની આપી રહી છે. ડિસ્કાઉન્ટ બાદ તમે 79,999 રૂપિયામાં ખરીદી શકાશે.

iPhone XR

આ ફોનના બ્લેક અને યલો કલર વેરિયંટને 1,701 રૂપિયા અને 2,051 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. ડિસ્કાઉન્ટ પછી 75,199 અને 74,849 રૂપિયામાં ખરીદી શકાશે.

MacBook Air (2017 મૉડલ)

 આ મૉડલમાં 8 GB રેમ અને 128 GB સ્ટારેજ મોડેલને 17,210 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી 59,990 રૂપિયામાં ખરીદી શકાશે. તો  MacBook Air 2018 મૉડલના 128 GB સ્ટોરેજ અને 256 GB સ્ટારેજ મોડેલને 9,000 રૂપિયા અને 10,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાશે. 

Apple iPadનો Wi-Fi 2018 મૉડલ


 આ મૉડલ પણ ઓછી કિંમતે ખરીદી શકાશે. તેના 32 જીબી સ્ટોરેજ વેરિયંટને 23,999 રૂપિયામાં અને 128 જીબી સ્ટોરેજ મૉડલને 35,695 રૂપિયામાં ખરીદી શકાશે.

apple amazon