સતત સંકોચાય રહ્યા છે ચંદ્રમા, નાસાના અભ્યાસથી થયો ખુલાસો, જાણો કારણ

14 May, 2019 06:49 PM IST  | 

સતત સંકોચાય રહ્યા છે ચંદ્રમા, નાસાના અભ્યાસથી થયો ખુલાસો, જાણો કારણ

ચંદ્રમા

બાળપણમાં નાની, દાદીની વાર્તાઓમાં જે ચંદ્રમાનો ઉલ્લેખ થતો હતો, તેને લઇને એક માહિતી સામે આવી છે. ચંદ્રમા હવે સતત સંકોચાઇ રહ્યો છે. તેના પર સતત રેખાઓ પડી રહી છે. તેની માહિતી સોમવારે નાસાના લૂનર રીકૉનિસેંસ ઑર્બિટર (LRO)દ્વારા કેપ્ચર કરવામાં આવેલી 12,000 કરતાં વધુ તસવીરોના વિશ્લેષણથી સામે આવી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચંદ્રના ઉત્તરી ધ્રુવ પાસે ચંદ્ર બેસિન 'મારે ફ્રિગોરિસ'માં તિરાડ નિર્માણ થઈ રહી છે અને જે પોતાની જગ્યાથી સ્થળાંતરિત પણ થાય છે.

જણાવીએ કે કેટલાય વિશાળ બેસિનોમાંથી એક ચંદ્રમાનો 'મારે ફ્રિગોરિસ' ભૂવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મૃતસ્થળ માનવામાં આવે છે. જેમ કે ધરતી સાથે છે, ચંદ્રમાં કોઇપણ ટૈક્ટોનિક પ્લેટ નથી. છતાં આ ટૈક્ટોનિક ગતિવિધિઓ જોવા મળી હોવાથી વૈજ્ઞાનિકો અચંબિત છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચંદ્રમાં એવી ગતિવિધિ ઉર્જાશક્તિ ખોઇ દેવાની પ્રક્રિયામાં 4.5 અરબ વર્ષ પહેલા થઇ હતી. આ કારણે ચંદ્રમાના ચહેરા પર સતત ઝૂર્રિઓ પડી રહેતી જોવા મળે છે. આ પ્રક્રિયામાં ચંદ્ર પર ભૂકંપ આવે છે.

આ પણ વાંચો : one plus 7 અને 7 pro આજે થશે લોન્ચ

વૈજ્ઞાનિકોનો મત છે કે ઉર્જાશક્તિ ખોઇ દેવાની પ્રક્રિયાને કારણે જ ચંદ્રમા છેલ્લા લાખો વર્ષોથી ધીમે ધીમે 150 ફુટ (50 metres)જેટલું સંકોચાઇ ગયો છે. યુનિવર્સિટી ઑફ મેરી લેન્ડના ભૂગર્ભ વૈજ્ઞાનિક નિકોલસ ચેમરે કહ્યું તે તેની ઘણી શક્યતા છે કે લાખો વર્ષ પહેલા થયેલી ભૂગર્ભીય હલનચલન આજે પણ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા અપોલો અંતરિક્ષ યાત્રીઓએ 1960 અને 1970ના દાયકામાં ચંદ્રમા પર ભૂકંપના હલનચલનની માપણી શરૂ કરી હતી. તેમનું આ વિશ્લેષણ નેચર જીઓસાયન્સમાં પ્રકાશિત થયો હતો. જેમાં ચંદ્ર પર આવતાં ભૂકંપનો અભ્યાસ હતો.

tech news technology news