Amazon Prime Day સેલ માટે તૈયાર થઇ જાવ, 15-16 જુલાઇના રોજ શરૂ થશે સેલ

10 July, 2019 11:59 PM IST  |  Mumbai

Amazon Prime Day સેલ માટે તૈયાર થઇ જાવ, 15-16 જુલાઇના રોજ શરૂ થશે સેલ

Mumbai : એમેઝોન દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના પ્રાઇમ સબસ્ક્રાઇબર્સ માટે પ્રાઇમ ડે સેલ લઇને આવી રહ્યું છે. આ પ્રાઇમ ડે સેલ 2 દિવસ એટલે કે 15 અને 16 જુલાઇ સુધી ચાલશે. ગયા વર્ષે એમેજોનનું આ વાર્ષિક સેલ 36 કલાક સુધી ચાલ્યું હતું, જો કે કંપનીએ આ વખતે સેલ 48 કલાક સુધી રાખવાની જાહેરાત કરી છે. ભારતમાં એમેઝોનનું આ ત્રીજુ પ્રાઈમ ડે સેલ અને ગ્લોબલી પાંચમું સેલ છે. એમેઝોન આ સેલમાં સારી ડીલ્સ, નવી પ્રોડક્ટ લોન્ચ, પ્રાઈમ વીડિયો અને પ્રાઈમ મ્યુઝિકની નવી રિલીઝ સહિત ઘણું કરવાનું છે.


આખી દુનિયામાં એક્સક્લુઝિવસી એમેઝોન પ્રાઈમ સબસ્ક્રાઈબર્સ માટે પ્રાઇમ ડે સેલ યોજવામાં આવે છે અને તે દર વર્ષે યોજવામાં આવે છે. સેલમાં એમેઝોન કુલ
1 મિલિયન ડીલ્સ ઓફર કરશે. મહત્વનું છે કે પ્રાઈમ ડે સેલમાં એમેઝન ભારતમાં 1 હજારથી વધુ નવી પ્રોડક્ટ લોન્ચ કરશે તો અન્ય સેલની વાત કરીએ તોવન પ્લસ, એમેઝોન બેઝિક્સ, સેમસંગ, ઈન્ટેલ સહિતની અન્ય બ્રાન્ડ્ઝની નવી પ્રોડક્ટ ઓફર કરવામાં આવશે. આ સેલમાં એલજીનો નવો W30 સ્માર્ટ ફોન, સેમસંગ ગેલેક્સી M40ની નવી કોકટેલ ઓરેન્જ કલર વેરિયન્ટ, JBLનું નવું ઓડિયો ગિયર અને 4K ટીવી સામેલ છે.

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

Amazon ના ભારત સહિત 18 દેશમાં પ્રાઇમના 19 કરોડ સભ્યો છે
ભારત સહિત 18 દેશોમાં પ્રાઇમના 10 કરોડ સભ્ય છે. પ્રાઇમ નાઉ પર બેંગલુરૂ, મુંબઇ, નવી દિલ્હી અને હૈદ્વાબાદ જેવા શહેરોમાં ઘણા પ્રકારની સામે બે કલાકમાં ફાસ્ટ ડિલીવરીની સુવિધા આપવામાં આવે છે. અમેઝોન ઇન્ડીયા વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને કંટ્રી મેનેજર, અમિત અગ્રવાલે કહ્યું કે ''પ્રાઇમ સભ્યો માટે અમારો સૌથી મોટો તહેવાર શરૂ થઇ ગયો છે. અમારા સભ્યો ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઘણુ બધુ પ્રાપ્ત કરી શકશે. પ્રાઇમ મેંમરશિપનો ચાર્જ 129 રૂપિયા દર મહિને છે.

technology news amazon