Amazon Prime અને PUBG Mobile યૂઝર્સને મળશે આ કન્ટેન્ટ ફ્રી

22 September, 2019 04:59 PM IST  |  મુંબઈ

Amazon Prime અને PUBG Mobile યૂઝર્સને મળશે આ કન્ટેન્ટ ફ્રી

Amazon Prime અને PUBG Mobile યૂઝર્સને મળશે આ કન્ટેન્ટ ફ્રી

પબજી મોબાઈલ યૂઝર્સ પાસે જો એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ છે તો તેઓ હવે અનેક ફ્રી ઈન-ગેમ કન્ટેન્ટનો લાભ ઉઠાવી શકશે. એમેઝોને આ જાહેરાત કરી છે કે પ્રાઈમ મેમ્બર્સને હવે લીડિંગ મોબાઈલ ગેમ પબ્લિશર્સ તરફથી મોબાઈલ ગેમના ફાયદાઓ પણ મળશે. આ માટે એમેઝોન પ્રાઈમ અને પબજી એકસાથે આવ્યા છે. હવે જે યૂઝર્સ માટે એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ છે તેઓ પબજી મોબાઈલ ગેમ રમે છે, તો તેમને અનેક ઈન ગેમ આઈટમ્સનો લાભ મળશે, જેમાં એક્સક્લૂઝિવ સ્ટીલ્થી, ઈનફિલ્ટ્રેટર માસ્ક પણ સામેલ છે. એ સિવાય ઈનફ્લિટ્રેટર જેકેટ, પેન્ટ્સ, શૂઝ અને બ્રાંડ ન્યૂ બ્લડ ઓથ અને બ્લેક મેગ્મા પેરાશૂટ સામેલ છે.

PUBG Mobile આ સમયે આખી દુનિયામાં સૌથી વધારે રમાતી મોબાઈલ ગેમ છે. જેના ભારતમાં પણ કરોડો યૂઝર્સ છે. એમેઝોને આ જાહેરાત એપલ આર્કેડ ગેમિંગ સર્વિસ લૉન્ચ થયા બાદ કરી છે. એમેઝોન પ્રાઈમ યૂઝર્સને આ લાભ ઓક્ટોબર મહિનાથી મળવાનો શરૂ થઈ જશે.

આ પણ જુઓઃ હિના ખાનની ફેશન સેન્સ છે લાજવાબ...આ તસવીરો છે પુરાવો

PUBG Mobile Lite માટે 0.14.1 અપડેટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ લેટેસ્ટ અપડેટ સાથે યૂઝર્સને ગોલ્ડન વૂડ્સ મેપ, નવો આર્કેટ મોડ જેવા ફીચર્સ મળશે. નવો  આર્કેડ મોડ એક સ્પેશિયલ વૉર મોડ છે જેમાં યૂઝર્સ RPG-7ના માધ્યમથી લડી શકશે. આ લેટેસ્ટ અપડેટમાં ગોલ્ડન વૂડ્ઝ મેપ મળશે. જે એક સ્મોલ ટાઉન સેટિંગ વાળો મેપ છે. આ નવા મેપથી ટાઈટ મેચ રમી શકાશે. આ સિવાય પ્લેયર્સને અનેક ઈન્ટેન્સ કોમ્બેટ સિનારિયો પણ મળશે.

amazon tech news