FDIના નવા નિયમોથી Amazon-Flipkat પરેશાન, સરકાર પાસે માંગ્યો સમય

31 January, 2019 05:22 PM IST  | 

FDIના નવા નિયમોથી Amazon-Flipkat પરેશાન, સરકાર પાસે માંગ્યો સમય

DIના નવા નિયમો 1 ફેબ્રુઆરીથી લાગૂ થશે

વૉલમાર્ટ ગ્રુપની ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે કેન્દ્ર સરકારે FDIના નવા નિયમોના પાલન માટે 6 મહિનાનો સમય માંગ્યો છે. ફ્લિપકાર્ટનું માનવું છે કે તેમને જો 6 મહિનાનો સમય આપવામાં નહી આવે તો કસ્ટમર્સની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા છે. અને કંપનીને મોટુ નુકશાન ભોગવવુ પડી શકે છે. FDIના નવા નિયમો 1 ફેબ્રુઆરીએ લાગૂ થશે.

સૂત્રો અનુસાર, ભારતના ઉદ્યોગ વિભાગને ફ્લિપકાર્ટની CEO કલ્યાણ કૃષ્ણમૂર્તિએ એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવી રહ્યું છે કે, ઉદ્યોગને વધુ સારા બનાવવા FDIના નિયમોનું વિશ્લેષણ કરવાની જરૂર છે. કૃષ્ણમૂર્તિએ પત્રમાં કહ્યું હતું કે, ' નિયમોનું પાલન કરવા માટે કંપનીને તેની ટેકનીકલ પ્રણાલીમાં ઘણા બદલાવ કરવા પડશે. આટલા ઓછા સમયમાં આટલા મોટા બદલાવ લાવવા માટે સમય લાગશે.

 

આ પણ વાંચો: PUBG Mobile પર આવ્યો Zombie Mode, જાણો શું બદલાશે

 

કૃષ્ણમૂર્તિએ આ નિયમોને 6 મહિના આગળ વધારવાની વાત કરી છે. અને જો આમ ન કરવામાં આવે તો કંપનીને ભારે પ્રમાણમાં કસ્ટમર્સ તુટવાની શક્યતા છે.