હવે તમે બોલશો અને ચુકવાઈ જશે તમારું વિજળી, પાણી અને મોબાઈલ બિલ!

29 October, 2019 03:22 PM IST  |  મુંબઈ

હવે તમે બોલશો અને ચુકવાઈ જશે તમારું વિજળી, પાણી અને મોબાઈલ બિલ!

એલેક્સા

સ્માર્ટ ડિવાઈસીસ અને ઈન્ટરનેટ ઑફ થિંગ્સના આ જમાનામાં યૂઝર્સન હવે બોલીને જ બધું કામ કરી શકે છે. આ જ કડીમાં એમેઝોન ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે તેઓ એમેઝોનના સ્માર્ટ સ્પીકર્સના માધ્યમથી પોતાના મોબાઈલ સહિતના બિલ ચુકવી શકે છે. આ માટે યૂઝર્સે માત્ર ‘Alexa Pay My Mobile Bill’ કહેવાનું રહેશે. એમેઝોને આ માટે ફિન્ટેક પેમેન્ટ કંપની સાથે ભાગીદારી કરી છે. પેમેન્ટ ગેટવે સાથે હવે યૂઝર્સ માટે આ ફીચર જોડવામાં આવ્યું છે. યૂઝર્સ એલેક્સા વૉઈસ આસિસ્ટન્ટને બિલ પેમેન્ટ કરવા માટે બોલીને કહી શકશે.

એટલું જ નહીં એલેક્સમાં એક નવું ફીચર પણ એડ કરવામાં આવ્યું છે, જેનાથી યૂઝર્સને નોટિફિકેશનના માધ્યમથી એ જણાવવામાં આવશે કે તેમનું બિલ ક્યારે ડ્યૂ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે એલેક્સામાં સૌથી પહેલા પેમેન્ટ ફંક્શન 2017માં જોડવામાં આવ્યું હતું. જે બાદ 2018માં ચેરિટી અને ડોનેશન માટે પેમેન્ટ ફીચરને એલેક્સાની સાથે ગયા વર્ષે 2018માં ઈનેબસ કરવામાં આવ્યું હતું. જેમાં યૂઝર્સ એમેઝોન પે અને એલેક્સાના માધ્યમથી ચેરિટી ડોનેટ કરી શકે છે. હવે, પેમેન્ટ ફીચર માટે એમેઝોન એલેક્સાથી સજ્જ સ્માર્ટ સ્પીકરમાં મોબાઈલ બિલનું પેમેન્ટ કરવાનું ફીચર જોડવામાં આવ્યું છે. મોબાઈલ બિલ પેમેન્ટ કરવા માટે યૂઝર્સના એમેઝોન પે મોબાઈલ વૉલેટનો ઉપયોગ કરવામાં આવશે.

આ પણ જુઓઃ પરિણીતિ કરતા પણ આને વધુ પ્રેમ કરે છે મલ્હાર, જુઓ તેની સાથેની ખાસ તસવીરો

એમેઝોન એલેક્સાનું આ નવું ફીચર મોબાઈલ બિલ પેમેન્ટ સાથે ઈલેક્ટ્રિસિટી બિલ, પાણીનું બિલ, બ્રોડબેન્ડ બિલ, પોસ્ટપેઈડ મોબાઈલ બિલ જેવા અનેક પ્રકારના બિલનું પેમેન્ટ કરી શકશો. સ્માર્ટ સ્પીકર્સની સાથે એમેઝોન ફાયર ટીવી સ્ટીક અને અન્ય એલેક્સા સપોર્ટ વાળા ડિવાઈસના માધ્યમથી પણ બિલની ચુકવણી કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે આ નવા સ્માર્ટ ફીચરના માધ્યમથી યૂઝર્સને બિલ પેમેન્ટ કરવાની લપ નહીં કરવી પડે. સાથે જ યૂઝર્સને એ પણ નોટિફાઈ કરવામાં આવશે કે ક્યારે બિલ પેમેન્ટ કરવાનું છે.

amazon tech news