ALERT! વૉટ્સએપ ઝડપથી કરે છે સ્માર્ટફોનની બેટરી પૂરી, યૂઝર્સે કરી ફરિયાદ

13 November, 2019 06:16 PM IST  |  Mumbai Desk

ALERT! વૉટ્સએપ ઝડપથી કરે છે સ્માર્ટફોનની બેટરી પૂરી, યૂઝર્સે કરી ફરિયાદ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપમાં જ્યાં યૂઝર્સને સારા અનુભવો આપવા માટે ઘણીવાર ફીચર્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યાં હવે આ એપને કારણે સ્માર્ટફોનની બેટરી સામાન્યરીતે જલ્દી પૂરી થવા લાગી છે અને યૂઝર્સે સોશિયલ મીડિયા પર આની ફરિયાદ કરવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધી એન્ડ્રૉઇડ ફોન યૂઝર્સ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા, પણ હવે આઇફોનમાં પણ WhatsAppને કારણે જલ્દી બેટરી વપરાઇ જાય છે.

Reddit forum દ્વારા સામે આવેલી રિપોર્ટ પ્રમાણે Xiaomi Redmi Note 7 યૂઝર્સને WhatsAppના વપરાશ દરમિયાન બેટરીના ઉપયોગની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય Samsung Galaxy S9, Honor 6X અને કેટલાક OnePlus ડિવાઇસમાં પણ આ સમસ્યા જોવા મળી છે. આને લઈને કેટલાય યૂઝર્સે સોશિયલ મીડિયા પર ફરિયાદ પણ કરી છે.

તો WAbetainfo દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે હવે કેટલાક આઇફોન યૂઝર્સને પણ WhatsAppમાં બેટરીની ખપતની મુશ્કેલી આવી રહી છે. યૂઝર્સે ફરિયાદ કરી છે કે iOS 2.19.112 વર્ઝન પર WhatsAppનો ઉપયોગ કરવા પર ડિવાઇસની બેટરી ઘણી વધારે ઝડપથી વપરાઇ જાય છે. એટલે કે સમસ્યા એન્ડ્રૉઅડ અને આઇઓએસ બન્ને યૂઝર્સની સામે છે અને ટ્વિટર પર સતત ફરિયાદ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Happy Birthday Juhi Chawla: રૅર અને યુવાનીના ફોટોઝ પર કરો એક નજર

WABetaInfoએ એક ટ્વીટ દ્વારા કહ્યું કે સામે આવતી રિપોર્ટ્સ પ્રમાણે આ એપ બેકગ્રાઉન્ડમાં વધારે બેટરીનો ઉપયોગ કરે છે. આના જવાબમાં કેટલાય યૂઝર્સે ટ્વીટ કરીને જણાવ્યું છે કે WhatsAppએ બેકગ્રાઉન્ડમાં તેમના ડિવાઇસની બેટરી 27થી 40 ટકા વાપરી છે. WhatsAppને કારણે બેટરી ખપતની સમસ્યાને લઈને અત્યાર સુધી કંપની તરફથી કોઈ જવાબ નથી આવ્યો અને યૂઝર્સ આ વાતની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે કંપની ઝડપથી આને લઈને કોઇક અપડેટ રજૂ કરી શકે છે.

technology news tech news