હવે એરટેલ યૂઝર્સના ફોનની ઘંટડી વાગશે માત્ર 25 સેકન્ડ માટે

02 October, 2019 04:30 PM IST  |  મુંબઈ

હવે એરટેલ યૂઝર્સના ફોનની ઘંટડી વાગશે માત્ર 25 સેકન્ડ માટે

એરટેલ યૂઝર્સના ફોનની ઘંટડી વાગશે માત્ર 25 સેકન્ડ માટે

એરટેલે પોતાના નેટવર્ક પર આવતા ફોનની ઘંટડી વાગવાની સીમાને હવે ઘટાડીને 25 સેકન્ડ કરી દીધી છે, જે સામાન્ય રીતે 40 થી 45 સેકન્ડ હોય છે. આ પહેલા રિલાયન્સ જિયોએ પણ પોતાના નેટવર્ક પર રિંગિગ ટાઈમને 25 સેકન્ડ કરી દીધો હતો. હવે આ શ્રેણીમાં એરટેલ સાથે વોડાફોન-આઈડિયા પણ સામેલ થઈ ગયા છે.  ટેલિકોમ કંપનીઓ આવું એટલા માટે કરી રહી છે જેથી ઈન્ટરકનેક્ટ ઉપયોગ શુલ્કને ઘટાડી શકાય.

PTI રિપોર્ટ અનુસાર, રિલાયન્સ જીયો, એરટેલ અને વોડાફોન-આઈડિયાએ પોતાના નેટવર્કથી બહાર થતા કૉલ પર રિંગિંગ ટાઈમને ઘટાડીને 25 સેકન્ડ કરી દીધો છે. જે પહેલા 40 થી 45 સેકન્ડ હતો. ટ્રાયે ટેલિકોમ કંપનીઓને ઈન્ટરકનેક્ટ ઉપયોગ શુલ્ક પર પરસ્પર સમાધાન કરવા કહ્યું હતું. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જલ્દી જ આ સમયસીમા લાગૂ પડી જશે.

એરટેલે ટ્રાયને એક ખાસ પરિપત્રના માધ્યમથી આ વાતની જાણકારી આપી છે કે તેમણે ફોનની ઘંટડી વાગવાની અવધિને ઘટાડીને હવે 25 સેકન્ડ કરવાનો નિર્ણય લીધો છે. જો કે તેના કારણે યૂઝર્સને પરેશાની થઈ શકે છે. કારણ કે ઘણીવાર ફોન ઉઠાવવામાં સમય લાગે છે. પરંતુ જો આટલા ઓછા સમય માટે ઘંટડી વાગી તો યૂઝર્સને અસુવિધાનો સામનો કરવો પડશે.

આ પણ જુઓઃ Happy Birthday: જુઓ હિના ખાનનો જમ્પશૂટમાં સ્ટાઈલિશ અંદાજ

PTIના રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે કે ટ્રાય રિંગિંગ ટાઈમને લઈને 14 ઑક્ટોબરે ટેલિકોમ કંપનીઓ સાથે એક ખુલી વાતચીત કરાવવાની યોજના બનાવી રહ્યું છે. એરટેલનું કહેવું છે કે ફોનની ઘંટડી વાગવાની સમય સીમા ઘટાડવામાંથી ફોનમાં મિસ્ડ કૉલની સંખ્યા વધશે અને કૉલ ક્વોલિટી પર ખરાબ પ્રભાવ પડશે.

airtel vodafone idea