Airtel એ માર્કેટમાં હરીફાઇમાં રહેવા 97 રૂ.નો સસ્તો પ્લાન લોન્ચ કર્યો

10 July, 2019 11:58 PM IST  |  Mumbai

Airtel એ માર્કેટમાં હરીફાઇમાં રહેવા 97 રૂ.નો સસ્તો પ્લાન લોન્ચ કર્યો

Mumbai : Reliance Jio ના માર્કેટમાં આવ્યા બાદ દરેક કંપનીને ગ્રાહક જાળવી રાખવા માટે પ્લાનમાં સતત ફેરફાર કરી રહી છે. સાથે જ જરૂરિયાત મુજબ નવા-નવા પ્લાન પણ લોન્ચ કરવામાં આવે છે. પોતાના ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં Airtel 97 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. એરટેલની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર હાલ પ્લાનને તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક સર્કલ માટે લોન્ચ કરવામાં આવ્યો છે. આશા છે કે આગામી દિવસોમાં તેને અન્ય સર્કલમાં પણ લાગૂ કરવામાં આવશે.

આ પ્લાનની વેલિડિટી
14 દિવસની છે. આ દરમિયાન લોકલ, એસડીટી અને રિમિંગ અનલિમિટેડ કોલિંગ મફત છે. આ ઉપરાંત યૂજર્સને દરરોજ 100SMS અને 2GB ડેટા પણ મળે છે. સપ્ટેમ્બર 2018 માં 97 રૂપિયાનો કોમ્બો રિચાર્જ લોન્ચ કર્યો હતો. આ દરમિયાન આ પ્લાન હેઠળ યૂજર્સને 1.5GB ડેટા પણ મળે છે. જોકે થોડા મહિનાઓ બાદ આ પ્લાન બંધ કરી દેવામાં આવ્યો હતો. આ વખતે 97 રૂપિયાના પ્લાનને "Special Recharge-STV Combo" ના નામે લોન્ચ કરવામાં આવ્યો છે.

આ પણ જુઓ : 90s નોસ્ટાલજિયાઃ યાદ છે તમને એ સમયની આ સીરિયલ અને તેમના પાત્રો?

ત્યારે હવે એરટેલનો એક
98 રૂપિયાનો પણ પ્લાન છે. તેમાં કસ્ટમર્સને ફક્ત ડેટા મળે છે. કોલિંગની સુવિધા નથી. 98 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે જેમાં યૂજર્સને 6GB ડેટા મળે છે.

technology news airtel