1 મિનિટથી પણ ઓછા સમયમાં Xiaomiએ વેચ્યા 200 કરોડના MI 10 હેડસેટ્સ

15 February, 2020 01:59 PM IST  |  Mumbai Desk

1 મિનિટથી પણ ઓછા સમયમાં Xiaomiએ વેચ્યા 200 કરોડના MI 10 હેડસેટ્સ

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ તાજેતરમાં જ MI 10 સીરીઝ લૉન્ચ કરી હતી, આ સ્માર્ટફોને યૂઝર્સ વચ્ચે ખૂબ જ ઓછા સમયમાં પોતાની જગ્યા બનાવી છે. ફક્ત એક મિનિટમાં કંપનીએ MI 10ના 200 કરોડથી વધારે યૂનિટ વેંચ્યાં છે. જો કે, હાલ એ નથી જણાવવામાં આવ્યું કે એક મિનિટથી ઓછા સમયમાં કેટલા સ્માર્ટફોન્સ વેંચ્યા છે. જણાવીએ કે આ ફોનનું પહેલું સેલ ચીનમાં આયોજિત કરવામાં આવ્યું હતું.

MI 10ની કિંમત: આ ફોન ત્રણ વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. આનું પહેલું વેરિએંટ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ લેસ છે. આની કિંમત 3999 ચીની યુઆન એટલે કે લગભગ 40,800 રૂપિયા છે. આનું બીજું વેરિએન્ટ 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજથી લેસ છે. આની કિંમત 4299 ચીની યુઆન એટલે કે લગભગ 44000 રૂપિયા છે. તો, આના ત્રીજા વેરિએન્ટ 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજથી લેસ છે. આની કિંમત 4699 ચીની યુઆન એટલે કે લગભગ 48,000 રૂપિયા છે.

ભારતમાં ટૂંક સમયમાં થશે લૉન્ચ : સીરીઝને કંપની ટૂંક સમયમાં ભારતમાં લૉન્ચ કરશે. આ માટે કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર મનુ કુમાર જૈને ટ્વીટ પણ કર્યું છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે આ પ્રકારના ડિવાઇસને બનાવવાની ફેસિલિટીભારતમાં અત્યાર સુધી ઉપલબ્ધ નથી. દરમિયાન અમે આ સીરીઝની ડિવાઇસેઝની 100 ટકા યૂનિટ્સ ઇમ્પોર્ટ કરવી પડશે. જો કે, આ ફોનને ભારતમાં ક્યારે લૉન્ચ કરવામાં આવશે તેની માહિતી હાલ આપવામાં આવી નથી.

Xiaomi Mi 10ના ફીચર્સ : આ ફોન એન્ડ્રૉઇડ 10 પર આધારિત MIUI 11 સાથે આવે છે. સાથે જ 6.67 ઇન્ચનું ફુલ-એચડી+ ડિસ્પ્લે પણ આપેલું છે. આ ફોન ઑક્ટા-કોર કૉલકૉમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર અને 12 જીબી સુધીની રેમ સાથે આવે છે. આમાં 256 જીબી સુધીની સ્ટોરેજ આપવામાં આવી છે.

tech news technology news business news xiaomi