વ્હોટ્સ એપનું આ નવું ફીચર બચાવશે તમારો સમય

05 September, 2019 06:52 PM IST  |  મુંબઈ

વ્હોટ્સ એપનું આ નવું ફીચર બચાવશે તમારો સમય

ઈન્સટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સ એપમાં રોજબરોજ કોઈને કોઈ નવા ફીચર આવતા હોય છે. કેટલીકવાર કંપની કેટલાક ફીચર્સ ટેસ્ટ કરીને જ બંધ કરી દે છે. તો કેટલીકવાર નવા ફીચર તમારા સ્માર્ટ ફોન સધી પહોંચે છે. વ્હોટ્સ એપ તાજેતરમાં જ આવું જ એક નવું ફીચર લાવ્યું છે. કંપની છેલ્લા કેટલાક સમયથી ઓડિયો મેસેજ પર કામ કરી રહી હતી. કંપનીએ શરૂઆતથી અત્યાર સુધી આ ફીચરમાં ઘણાં પરિવર્તન કર્યા છે. અને હવે વધુ એક નવું ફીચર આવી રહ્યું છે.

આ નવા ફીચરમાં તમે ઓડિયો મેસેજ નોટિફિકેશનમાં જ સાંભળી શક્શો. પ્રિવ્યુ મળી રહે તે માટે આ પગલું લેવાઈ રહ્યું છે. એટલે કે હવે તમે નોટિફિકેશનથી જ જાણી શક્શો કે ઓડિયો મેસેજમાં તમારા માટે શું છે. iOS Beta 2.19.91.1માં આ ફીચર છે. ઓડિયો પ્લેબેક ફીચરથી એ ફાયદો થશે કે યુઝર્સ સીધા જ નોટિફિકેશન પેનલથી જ ઓડિયો મેસેજ સાંભળી શક્શે. આ ફીચરને હાલ યુઝ કરવા માટે તમારી પાસે TestFlightમાંWhatsApp 2.19.91.1 વર્ઝન હોવું જોઈએ.

WAbetainfo પ્રમાણે હાલ કેટલાક યુઝર્સને જ આ ફીચર અપાયું છે. ટૂંક સમયમાં વધુ યુઝર્સ સુધી આ ફીચર પહોંચશે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ વ્હોટ્સ એપ નોટિફિકેશન્સમાં કેટલાક નવા ફીચર્સ લાવી ચૂકી છે. હવે વ્હોટ્સએપના નોટિફિકેશન્સમાં મોકલાયેલી મીડિયા ફાઈલ્સનો પ્રિવ્યુ પણ જોઈ શકો છો. આ ઉપરાંત ઓડિયો મેસેજની વાત કરીએ તો કંપનીએ કેટલાક સમય પહેલા ઓડિયો મેસેજ સાંભળવાનું ફીચર આપ્યું હતું. જે બાદ એક બાદ એક ઓડિયો મેસેજ સીધા જ સાંભળી શકાય છે.

આ પણ વાંચોઃ Colour Blindnessનો શિકાર છે ઝુકરબર્ગ, એટલે ફેસબુકનો રંગ છે બ્લ્યૂ

પહેલા દરેક ઓડિયો ફાઈલ એક એક કરીને પ્લે થતી હતી. હવે એક બીપ બાદ સળંગ ઓડિયો ફાઈલ સાંભળી શકાય છે. તેનો ફાયદો એ છે કે જો તમે ઓડિયો મેસેજ સાંભળવા ફોન કાન પાસે રાખ્યો છે તે તો તમારે વારંવાર પ્લે કરવા નહીં જવું પડે.

tech news technology news life and style