WhatsApp Tips: બૅન અકાઉન્ટ રિકવર કરવાના સરળ સ્ટૅપ્સ

07 December, 2019 05:20 PM IST  |  Mumbai Desk

WhatsApp Tips: બૅન અકાઉન્ટ રિકવર કરવાના સરળ સ્ટૅપ્સ

છેલ્લા 5 વર્ષમાં જે રીતે સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા વધતી ગઈ છે, બરાબર તે જ રીતે ઇન્સટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપના યૂઝર્સની સંખ્યામાં પણ દિવસે બેગણો અને રાતે ચારગણો વધારો થઈ રહ્યો છે. આ સમયે ભારતમાં આના 300 મિલિયનથી વધારે યૂઝર્સ છે. આ એપની સૌથી ખાસ વાત એ છે કે આને સૌથી સિક્યોર મેસેજિંગ એપ માનવામાં આવે છે. આનું કારણ એ છે કે આ એપમાં એન્ડ-ટૂ-એન્ડ એનક્રિપ્શન જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફીચર્સ જ્યાં આ ઇન્સટન્ટ મેસેજિંગ એપને સિક્યોર બનાવે છે, તો યૂઝર્સ પણ આને પોતાની ખાનગી ફાઇલ શૅરિંગ માટે ઉપયોગ કરે છે.

જો કે, આ વર્ષ ઇઝરાઇલની સાઇબર કંપની NSO ગ્રુપના હૈકર્સ 1,400થી વધારે WhatsApp યૂઝર્સનું અકાઉન્ટ હેક કરવામાં આવ્યું, જેમાંથી 121થી વધારે ભારતીય યૂઝર્સ પણ છે, એવામાં આ સિક્યોર ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપની વિશ્વસનીયતા પર સવાલ તો ઊઠ્યા છે, પણ કંપનીનો દાવો છે કે જે કારણે યૂઝર્સને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તેને ફિક્સ કરી લેવામાં આવ્યા છે અને યૂઝર્સને લેટેસ્ટ અપડેટ ડાઉનલોડ કરવાની સલાહ પણ આપવામાં આવી છે.

શું હોય છે WhatsApp અકાઉન્ટ બૅન?
WhatsAppએ આ વર્ષે જ્યાં કેટલાય નવા ફીચર્સ રોલ આઉટ કર્યા છે, તો યૂઝર્સની પ્રાઇવસીને ધ્યાવમાં રાખતા કંપનીએ કેટલાય યૂઝર્સના અકાઉન્ટ્સ પણ બૅન કરવામાં આવ્યા છે. WhatsAppના આ એક્શનને કારણએ ક્યારેક ક્યારેક કેટલાય એવા યૂઝર્સ પણ બૅન થઈ જાય છે, જેમનું અકાઉન્ટ સસ્પેક્ટ લાગે છે. જો, તમારું અકાઉન્ટ પણ ભૂલથી બૅન થઈ ગયું છે તો આને રિવોક કરવું ખૂબ જ સરળ છે. આ માટે અમે તમને ખૂબ જ સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.

સૌથી પહેલા એ જાણીએ કે વૉટ્સએપ અકાઉન્ટ કયા કયા કારણોસર બૅન થઈ શકે છે. કોઇપણ યૂઝરનું WhatsApp અકાઉન્ટ ત્યારે બૅન થઈ શકે છે, જ્યારે તેના અકાઉન્ટને કેટલાય યૂઝર્સ રિપોર્ટ કરે. આ સિવાય જો તમે વારં-વાર ડિવાઇસ ચેન્જ કરીને પોતાના WhatsAppને અલગ-અલગ ડિવાઇસમાં એક્સેસ કરશો તો તમે WhatsApp માટે સસ્પેક્ટ થઈ શકો છો.

જો, તમારું અકાઉન્ટ બૅન થઈ ગયું હશે તો તમારા ડિવાઇસથી તમારું અકાઉન્ટ લૉગ આઉટ થઈ જશે. જેવા તમે બીજીવાર તમારા અકાઉન્ટમાં લૉગ-ઇન કરવાનો પ્રયત્ન કરશો તો તમને Error મેસેજ આવશે, જેમાં એ કહેવામાં આવશે કે સિક્યોરિટી રીઝન્સને કારણે તમે તમારા અકાઉન્ટમાં લૉગ-ઇન નહીં કરી શકો.

કેવી રીતે હટશે બૅન?
આ સ્થિતિમાં તમે તમારા રજિસ્ટર્ડ ઇ-મેલ આઇડીથી WhatsApp સપોર્ટ (android_web@support.whatsapp.com કે iphone_web@support.whatsapp.com) પર મેલ કરવું પડશે અને તમને WhatsApp અકાઉન્ટમાં ઉપયોગ કરવામાં આવતાં નંબરની સાથે-સાથે અકાઉન્ટ બૅન કરવાની ફરિયાદ કરવી પડશે.

ત્યાર બાદ તમને સપોર્ટ તરફથી ઇ-મેલ આવશે અને તમને તમારા અકાઉન્ટને બીજી વેરિફાઇ કરવા માટે કહેવામાં આવશે. ત્યાર બાદ તમે WhatsAppમાં જાઓ અને તમારા નંબરને નોંધાવ્યા પછી વેરિફાઇ કરવું અને અકાઉન્ટમાં બીજીવાર લૉગ-ઇન કરી લો.

આ પણ વાંચો : 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ

આ પ્રક્રિયામાં 24 કલાકથી લઈને 72 કલાક કે તેથી વધારે સમય લાગી શકે છે. એટલું જ નહીં, એ પણ થઈ શકે છે તમને ઇ-મેલ ન પણ આવે. આ સંપૂર્ણપણે WhatsAppની સિક્યોરિટી ટીમ પર નિર્ભર છે. જો, તેમને લાગશે કે તમારા અકાઉન્ટ યોગ્ય કારણોથી બૅન થયું છે તો તમે તેને ક્યારેય રિવોક નહીં કરી શકો.

WhatsApp Tips: બૅન અકાઉન્ટ રિકવર કરવાના સરળ સ્ટૅપ્સ

technology news tech news