WhatsApp યૂઝર્સ જલ્દી જ કરી શકશે ડાર્ડ મોડનો ઉપયોગ, કાંઈક આવું હશે ફીચર

17 May, 2019 05:17 PM IST  |  મુંબઈ(ટેક ડેસ્ક)

WhatsApp યૂઝર્સ જલ્દી જ કરી શકશે ડાર્ડ મોડનો ઉપયોગ, કાંઈક આવું હશે ફીચર

WhatsApp યૂઝર્સ જલ્દી જ કરી શકશે ડાર્ડ મોડનો ઉપયોગ

છેલ્લા કેટલાક સમયથી WhatsAppના યૂઝર્સને જે ફીચરની રાહ હતી તે હવે થોડા સમયમાં રોલ આઉટ થશે. આ ફીચરને લઈને WABetaInfoએ એક નવો સ્ક્રીનશોટ શેર કર્યો છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે ડાર્કમોડ કેવો દેખાશે. જો કે એ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે આ ફીચર યૂઝર્સને ક્યારે મળશે.


કૉલ્સ, સ્ટેટસ પેજ પર આવશે ડાર્ક મોડ
WABetaInfoના પ્રમાણે, WhatsApp પોતાના બીટા વર્ઝન 2.19.139માં આ ફીચર આપી રહ્યું છે. તેમના પ્રમાણે, હજુ પણ અનેક એવા સેક્શન છે જે નાઈટ મોડ પ્રમાણે નથી. જેથઈ આ ફીચરને રોલઆઉટ કરવામાં સમય લાગી શકે છે. આ પહેલા આ ફીચર YouTube, Twitter અને Facebook Messengerમાં આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ તમારા સ્માર્ટફોનથી થયેલો એક WhatsApp કૉલ ઉડાડી દેશે તમારો તમામ ડેટા

શું છે ડાર્ક મોડ ફીચર?
ડાર્ક મોડ એપ્લિકેશનના બેકગ્રાઉન્ડને બદલી દે છે. સ્ક્રીન પર હાજર તમામ એલીમેન્ટ્સને આ મોડ બ્લેક અથવા ગ્રે કરી દે છે. જેના કારણે અનેક ફાયદા થાય છે.જેમ કે ટેકસ્ટ સારી રીતે વાંચી શકાય છે. સારો કોન્ટ્રાસ્ટ મળે છે અને યૂઝરની આંખો પણ ઓછો તણાવ પડે છે. આ મોડ એવા યૂઝર્સ માટે યોગ્ય છે જેઓ અંધારામાં કામ કરવાનું પસંદ કરે છે.

tech news technology news