શું તમે ફેક ન્યુઝથી પરેશાન છો, Whats App લાવી રહ્યું છે આ ખાસ ફિચર

22 March, 2019 08:46 PM IST  |  મુંબઈ

શું તમે ફેક ન્યુઝથી પરેશાન છો, Whats App લાવી રહ્યું છે આ ખાસ ફિચર

Whats App (PC : Jagran)

સોશિયલ મીડિયાનો વ્યાપ આજ કાલ એટલો વધી રહ્યો છે કે આજે 6 વર્ષનું બાળક હોય કે 70 વર્ષના સીનિયર સીટીઝન હોય દરેક લોકો આજે સોશીયલ મીડિયોનો ભરપુર ઉપયોગ કરે છે. જેમાં સૌથી લોકપ્રિય ફેસબુક અને વોટ્સઅપ છે. આ બંને એપ્લીકેશનમાં થોડા સમય પહેલા જ એક નવું ફીચર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેનો સફળ પ્રયોગ કર્યા બાદ તેને સામાન્ય જનતા માટે લાગુ કરી દેવામાં આવ્યું છે. જેના માધ્યમથી યૂઝર્સ ફેક ન્યૂઝને ઓળખી શકશે. તો વોટસએપમાં હવે એક નવી સુવિધા પણ શરૂ થઈ છે. જેમાં યૂઝર પોતાની સ્થાનિક ભાષામાં વોટસએપને ચલાવી શકશે.

નવું ફિચર ફેક ન્યુઝની જાણકારી પહેલાથી જ આપી દેશે
મળી રહેલી માહિતી મુજબ
WABetainfo એ એક રિપોર્ટ જણાવ્યું છે કે હવે વોટ્સએપમાં લેબલ ફીચરને વધુ સરળ બનાવવામાં આવ્યું છે. જે કોઈપણ યૂઝરને ફેક ન્યૂઝ અંગેની જાણકારી આપી દેશે. આજે ન્યુઝ લિંકને વાચ્યા કે ખરાઇ કર્યા વગર ફોરવર્ડ કરી દેતા હોય છે. ત્યારે તેવામાં ખોટા સમાચાર વધુ વાયરલ થઇ જાય છે. તેને રોકવા માટે કમર કસી છે. ફોરવર્ડ કરેલીલિંક પર ફોર્વર્ડ લખાયેલું આવે છે. હવે આવા મેસેજને કંપની ઈમ્પ્રુવ કરશે. જેમાં સૌથી ઝડપી ફોરવર્ડ થઈ રહેલા મેસેજ ઉપર Frequently Forwardedનું લેબલ લગાવી દેશે. જેથી યૂઝરને તરત ખ્યાલ આવશે કે મેસેજ ઉપર વિશ્વાર કરવ કે નહી. જો ચારથી વધુ વખત ફોરવર્ડ થયેલુંહશેForwarded Tag થઈને ડાબી બાજુએ દેખાઈ જશે. જેથી યૂઝર્સ તેને પારખી શકશે.

આ પણ વાચો : ફટાફટ બદલી નાખો ફેસબુકનો પાસવર્ડ, જાણો કેમ

સ્થાનીક ભાષાનો પણ ઉપયોગ થઇ શકશે
Whats App માં અત્યાર સુધી લોકો અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરી શકતા હતા. હવે પોતાની સ્થાનિક ભાષા પણ યૂઝર વાપરી શકશે. સ્થાનિક ભાષામાં ગુજરાતી, હિંદી, મરાઠી, તેલુગુ, ઉર્દુ,પંજાબી, કન્નડ, તમિલ જેવી ભાષાઓનો ઉપયોગ થઇ શકશે. આ સુવિધા એન્ડ્રોઈડ અને એપલ બંનેમાં ઉપલબ્ધ થશે.

tech news