હવે Twitter પર કરો ખોટા સમાચારની ફરિયાદ, શરૂ થયું નવું ફીચર

25 April, 2019 04:17 PM IST  |  મુંબઈ

હવે Twitter પર કરો ખોટા સમાચારની ફરિયાદ, શરૂ થયું નવું ફીચર

સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝને લઈ બૂમરાણ મચી રહી છે. કેટલાક મહિનાઓ પહેલા ફેક ન્યૂઝને કારણે નિર્દોષ લોકોને માર મારવાની પણ ઘટનાઓ સામે આવી હતી. બાદમાં વ્હોટ્સ એપે પોતાની પોલિસી બદલીને કેટલાક સુધારા કર્યા હતા. હવે ટ્વિટરે પણ ફેક ન્યૂઝ અટકાવવા માટે આકરા પગલાં લેવાની શરૂઆત કરી છે.

ટ્વિટરે પોતાના પ્લેટફોર્મ પર ફેલાતા ફૅક ન્યૂઝ અપનાવવા માટે નવું ફીચર શરૂ કર્યું છે. ટ્વિટરે જાહેરાત કરી છે કે અગાઉથી જ આમ તો પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝ અટકાવવાનું ફીચર છે જ, પરંતુ હવે તેની સાથે નવું ફીચર પણ શરૂ કરાયું છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને ચેતવણી આપી હતી કે ચૂંટણી દરમિયાન ચૂંટણીને પ્રભાવિત કરવા માટે તમામ પ્લેટફોર્મનો દુરુપયોગ થાય તો કંપનીઓને બક્ષવામાં નહીં આવે. એપ્રિલની શરૂઆતમાં કરવામાં આવેલ એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે છેલ્લા 30 દિવસમાં બે વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિને આ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ફેક ન્યુઝ મળતાં હતા.

આ પણ વાંચોઃ ચૂંટણી 2019: આ મહિનામાં થયા સૌથી વધુ 4.56 કરોડ ટ્વીટ

ટ્વિટરે આ ફીચર્સની શરૂઆત એવા સમયે કરી છે કે જ્યારે ભારતમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને 29 એપ્રિલે યુરોપિયન સંસદની ચૂંટણી યોજાશે. ટ્વિટરનાં જણાવ્યાં મુજબ આ ફીચર્સ વિશ્વની તમામ ચૂંટણીઓ દરમિયાન જોવા મળશે.

tech news life and style