Truecaller એ હવે ગ્રુપ ચેટ ફીટરની શરૂઆત કરી Whats App ને આપશે ટક્કર

21 October, 2019 09:25 PM IST  |  Mumbai

Truecaller એ હવે ગ્રુપ ચેટ ફીટરની શરૂઆત કરી Whats App ને આપશે ટક્કર

ટ્રુકોલરે શરૂ કર્યું ગ્રુપ ચેટ

Mumbai : કોલર આઇડી માટે જાણીતી એપ Truecaller એપએ ‘Truecaller પેફીચર પછી હવે નવું ફીચર Group Chatરોલ આઉટ કર્યું છે. આ ફીચર એન્ડ્રોઇડ અને iOS માટે ઉપલબ્ધ છે. આ ફીચરથી યુઝર ચેટ ઉપરાંત ફોટોઝ અને વીડિયો પણ શેર કરી શકે છે.


જાણો, શું છે ખાસ ફીચર
ટ્રુકોલર એપમાં આ ફીચરની ખાસ વાત એ છે કે કોઈ પણ યુઝર અન્ય યુઝરની પરવાનગી વગર તેને ગ્રૂપમાં સામેલ નહીં કરી શકે. તેના માટે યુઝરે ગ્રૂપ ચેટ માટે અન્ય યુઝરને ઇન્વિટેશન મોકલવાનું રહેશે. અન્ય યુઝર આ ઈન્વિટેશ એક્સપેટ કરશે તો જ તે ગ્રૂપ ચેટનો સભ્ય બની શકશે. આ ફીચરમાં યુઝરના કોન્ટેક લિસ્ટમાં સેવ ન હોય તેવા ગ્રૂપના સભ્યોના મોબાઈલ નંબર ઓટોમેટિક રીતે હાઇડ થઈ જશે. તેને જોવા માટે યુઝર અન્ય યુઝરને કોન્ટેક્ટ રિકવેસ્ટ મોકલી શકે છે. આ ફીચરની મદદથી ગ્રૂપના સભ્ય અન્ય સભ્યોની ટ્રુકોલર પ્રોફાઈલ જોઈ શકશે. એટલે કે આ ફીચરની મદદથી યુઝર ગ્રૂપના મેમ્બર્સ કોની સાથે વાત કરે છે તે જાણી શકશે.

આ પણ જુઓ : 90ના દાયકાની યાદોઃ એ બૉર્ડ ગેમ્સ જે તમને લઈ જશે તમારા બાળપણમાં...

પરવાનગી વગર કોઇને પણ ગ્રુપમાં એડ કરી શકાતું નથી
કંપનીના જણાવ્યા અનુસાર આ ફીચરથી સિક્યોર અને સ્પામ ફ્રી કમ્યૂનિકેશન કરી શકાય છે. તેથી આ ફીચરમાં ઇન્વિટેશનને એડ કરવામાં આવ્યું છે. આ ફીચરમાં ગ્રૂપ ચેટ માટે યુઝર ‘accept’ અને ‘decline’ ઓપ્શનો ઉપયોગ કરી શકે છે. અન્ય એપ્લિકેશની જેમ આ ગ્રૂપ ચેટ ફીચરમાં એડમિન યુઝરની પરવાનગી વગર તેમને ગ્રૂપમાં એડ કરી શકશે નહીં.

technology news tech news