ભારતના લોકોને ટિકટોક પ્રત્યે પ્રેમ, 1.5 બિલિયન વાર કરાઇ ડાઉનલોડ

18 November, 2019 02:33 PM IST  |  Mumbai Desk

ભારતના લોકોને ટિકટોક પ્રત્યે પ્રેમ, 1.5 બિલિયન વાર કરાઇ ડાઉનલોડ

શૉર્ટ વીડિયો શૅરિંગ એપ TikTok કેટલાક સમયથી લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે અને આની લોકપ્રિયતાનો અંદાજો આ વાતથી લગાડી શકાય છે કે વિશ્વભરમાં આ 1.5 બિલિયન ડાઉનલોડ કરવામાં આવી છે. સૌથી ખાસ વાત એ છે કે ટિકટોકને ડાઉનલોડ કરનારા દેશોની લિસ્ટમાં ભારત પહેલા નંબર પર છે. છેલ્લા કેટલાક દિવસોમાં પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને પાછળ છોડતાં ટિકટોક સૌથી વધારે ડાઉનલોડ થતી એપ બની હતી અને હવે આ એપને એપસ્ટોર અને ગૂગલ પ્લે દ્વારા 1.5 બિલિયનથી વધારે ડાઉનલોડ કરવામાં આવી છે.

મોબાઇલ ઇન્ટેલિજેન્સ ફર્મ સેન્સર ટાવરની રિપોર્ટ પ્રમાણે ટિકટોક એપને અત્યાર સુધી 614 મિલિયન વાર ડાઉનલોડ કરવામાં આવી છે જે ગયા વર્ષની તુલનામાં 6 ટકા વધારે છે. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે યૂઝર્સ વચ્ચે એપ સતત પોતાની લોકપ્રિયતા વધારી રહી છે. રિપોર્ટ પ્રમાણે ગ્લોબલ માર્કેટમાં આ એપને 1.5 બિલિયન વાર ડાઉનલોડ કરવામાં આવી છે. સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવતાં દેશોમાં ભારત નંબર વન છે. ભારતીય માર્કેટમાં આ એપ 466.8 મિલિયન એટલે કે લગભગ 47 કરોડ વાર ડાઉનલોડ કરવામાં આવી છે. જે કુલ ડાઉનલોડનું 31 ટકા છે. સેનસર ટાવરએ પણ સ્પષ્ટ કર્યું છે કે શૅર કરવામાં આવેલા આંકડામાં થર્ડ પાર્ટી એન્ડ્રોઇડ સ્ટોરમાંથી ડાઉનલોડ કરવામાં આવેલી ટિકટોકના આંકડાઓ સામેલ નથી કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો

સેન્સર ટાવરની રિપોર્ટમાં માહિતી આપવામાં આવી છે કે વર્ષ 2019માં અત્યાર સુધી ટિકટોકને કુલ 614 મિલિયન એટલે કે લગભગ 61.4 કરોડ વાર ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે. જ્યારે ફક્ત ભારતમાં આ એપ અત્યાર સુધી 277.6 મિલિયન એટલે કે લગભગ 27.5 કરોડ વાર ડાઉનલોડ કરવામાં આવી છે. તો ટિકટોક ડાઉનલોડ કરવાના મામલે ભારત પછી બીજા નંબર પર ચીન અને ત્રીજા નંબર પર યૂએસ છે. ચીનમાં આ એપ 45.5 મિલિયન વાર ડાઉનલોડ કરવામાં આવી છે જ્યારે યૂએસમાં આ એપ 37.6 મિલિયન વાર ડાઉનલોડ કરવામાં આવી છે.

technology news tech news