Samsung Galaxy Fold ભારતમાં લૉન્ચ, 12જીબી રેમ અને કેમેરા સેન્સર છે ખાસ

01 October, 2019 11:28 AM IST  |  મુંબઈ

Samsung Galaxy Fold ભારતમાં લૉન્ચ, 12જીબી રેમ અને કેમેરા સેન્સર છે ખાસ

સેમસંગ ફોલ્ડેબલ ફોન

Samsung Galaxy Fold આજે ભારતમાં લૉન્ચ થવા જઈ રહ્યું છએ. જે ગયા અઠવાડિયે અમેરિકામાં આવ્યા હતા. આ  ફોલ્ડેબલ ફોન આ પ્રકારનો કંપનીનો પહેલો સ્માર્ટફોન છે. તેને અનફોલ્ડ કરવાથી તેની સ્ક્રીન સાઈઝ ટેબલેટ જેવડી થઈ જા છે. ત્યાં જ ફોલ્ડેડ સ્ટેટમાં તેની સેકેન્ડરી સ્ક્રીન સ્મૉલ સાઈઝની થઈ જાય છે. આ ફોનની કિંમતની ઘોષણા લૉન્ચ સમયે કરવામાં આવશે. અહેવાલોનું માનીએ તો આ ફોનની કિંમત 1, 40, 000 આસપાસ હોય શકે છે. આ ફોન કેટલાક પસંદગીના આઉટલેટ્સ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Samsung Galaxy Foldના ફીચર્સ
ફોનનું એક ડિસ્પ્લે 7.3 ઈંચનું છે. જેમાં Infinity Flex ડાયનેમિક એમોલેડ પેનલ સાથે આવે છે જેનું પિક્સલે રિઝોલ્યૂશન 1536x2152 છે. બીજા ડિસ્પ્લેની વાત કરીએ તો તેમાં 4.6 ઈંચ સુપર એમેલોડ પેનલ આવે છે. તેનું પિક્સલ રિઝોલ્યૂશન 840x1960 છે. આ ફોન સ્નેપડ્રેગન 855 પ્રોસેસર અને 12 જીબી રેમથી સજ્જ છે. સાથે 512 જીબીનું ઈન્ટરનલ સ્ટોરેજ પણ છે.

આ પણ જુઓઃ શું તમને ખબર છે આ ગુજરાતી અભિનેત્રીએ બિગ બોસમાં આવતા પહેલા કરી છે ભોજપુરી ફિલ્મો?

ફોટોગ્રાફીની વાત કરીએ તો તેમાં 6 કેમેરા સેન્સર આપવામાં આવ્યા છે. સાથે ટ્રિપલ રેર કેમેરા આપવામાં આવ્યા છે. તેનો પ્રાઈમરી સેન્સર 12 મેગાપિક્સેલનો છે જે વાઈડ-એન્ગલ લેન્સ અને ડ્યૂઅલ અપાર્ચર સાથે આવે છે. જ્યારે બીજો 12 મેગાપિક્સેલ ટેલિફોટો લેન્સ છે અને ત્રીજો 16 મેગાપિક્સેલનો અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સ છે. તેના ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો તેમાં 10 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે તેને અનફોલ્ડ કરવામાં આવશે તો તેની અંદરની તરફ પણ બે કેમેરા આપવામાં આવ્યા છે. જેમાંથી એક સેન્સર 10 મેગાપિક્સેલ અને બીજું સેન્સર 8 મેગાપિક્સેલનું છે.

samsung tech news