₹1.65 લાખની કિંમત ધરાવતાં Samsung Galaxy Foldને મળ્યો જબરજસ્ત રિસ્પૉન્સ

13 December, 2019 06:29 PM IST  |  Mumbai Desk

₹1.65 લાખની કિંમત ધરાવતાં Samsung Galaxy Foldને મળ્યો જબરજસ્ત રિસ્પૉન્સ

Samsungએ આ વર્ષે પોતાનાં ફોલ્ડેબલ સ્માર્ટફોન Galaxy Foldને ભારત સહિત ગ્લોબલ માર્કેટમાં લૉન્ચ કર્યું હતું. સૌથી પહેલા આ ફોલ્ડેબલ ફોનને MWC 2019માં શૉકેસ કરવામાં આવ્યો હતો અને તેના પછી તેને માર્કેટમાં લાવવામાં આવ્યું. ભારતી માર્કેટમાં આ ફોનની કિંમત 1.65 લાખ રૂપિયા છે. આટલું મોંઘુ હોવા છતાં આ યૂઝર્સ વચ્ચે ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે અને લોકપ્રિયતાનો અંદાજો આના ગ્લોબલ સેલથી લગાવી શકાય છે. લૉન્ચ થયા પછી પણ હજી સુધી Galaxy Foldના 10 લાખ યુનિટ્સ સેલ થઈ ચૂક્યા છે.

TechCrunchની રિપોર્ટ પ્રમાણે સાઉથ કોરિયન કંપનીSamsungના પ્રેસિડન્ટ Young Sohnએ Galaxy Foldના સેલ વિશે માહિતી આપતાં કહ્યું કે કંપનીએ Galaxy Foldના 10 લાખ યુનિટ્સ વેંચવામાં સફળતા પ્રાપ્ત કરી છે. સપ્ટેમ્બરમાં લૉન્ચ થયા પછી ઑક્ટોબર સુધી આ સ્માર્ટફોનના 5 લાખ યુનિટ્સ વેંચાઇ ગયા હતા અને હવે 10 લાખ યુનિટ્સ વેંચાઇ ગયા છે.

Young Sohnએ કહ્યું કે આટલા ઓછા સમયમાં આ આંકડા સુધી પહોંચવું કંપની માટે મોટી ઉપલબ્ધિ છે. કારણકે ફોનને મળેલી શરૂઆતની અસફળતા અને મોંઘી કિંમત પછી લોકોની વચ્ચે આ સ્માર્ટફોનનું લોકપ્રિય થવું મોટી વાત છે. ગ્લોબલ માર્કેટમાં Galaxy Foldની કિંમત 1,980 ડૉલર એટલે કે લગભગ 1,41,700 રૂપિયા છે. જ્યારે ભારતીય માર્કેટમાં આ ફોનને 1.65 લાખ રૂપિયાની કિંમત સાથે લૉન્ચ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : બ્લેક કલરના ડ્રેસમાં બૅબો મચાવી રહી છે ધૂમ, જુઓ ગ્લેમરસ તસવીરો

Galaxy Foldના ફીચર્સની વાત કરીએ તો આની મેન સ્ક્રીનમાં 10 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં ડ્યૂલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે, જેમાં 10 મેગાપિક્સલનું સેલ્ફી અને 8 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર સામેલ છે. જ્યારે રૅર કેમેરા ટ્રિપલ સેટઅપ સાથે આવે છે. આમાં 16 મેગાપિક્સલનું અલ્ટ્રા વાઇડ કેમેરા, 12 મેગાપિક્સનું વાઇડ એંગલ કેમેરા અને 12 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ આપેલ છે.

samsung tech news technology news business news