Samsung Galaxy A80 હવે સેલ માટે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ

02 August, 2019 02:01 PM IST  |  મુંબઈ

Samsung Galaxy A80 હવે સેલ માટે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ

Samsung Galaxy A80 હવે સેલ માટે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ

Samsung Galaxy A80 ભારતમાં સેલ માટે 1 ઑગસ્ટે ઉપલબ્ધ થયો હતો. ફોનને ભારતમાં ગયા મહિને લૉન્ચ કરવામાં આવ્યો હતો અને કેટલાક દિવસો બાદ તેને પ્રો ઑર્ડર માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. જે જુલાઈ 31ના દિવસે પુરું થયું હતું. સ્માર્ટફોન હવે એમેઝોન, ફ્લિપકાર્ટની સાથે સાથે ઑફલાઈન પણ ઉપલબ્ધ છે. ગેલેક્સી એ સીરીઝમાં આ સ્માર્ટફોન ટોપ એન્ડમાં આવે છે. જે ઈનોવેટિવ કેમેરા સેટઅપ સાથે ફુલ એચડી સ્ક્રીન, 8 જીબી રેમ અને 3700mAhની બેટરી તેના ફીચર્સ છે. જાણોક કેટલી હશે આ ફોનની કિંમત અને કેવા છે તેના સ્પેસિફિકેશન્સ.

Samsung Galaxy A80 ભારતમાં કિંમન અને ઑફર્સ
Samsung Galaxy A80 હેન્ડસેટ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે 47, 800ની કિંમતમાં ઉપલબ્ધ છે. આ ફોન એન્જલ ગોલ્ડ, ઘોસ્ટ વ્હાઈટ અને ફેન્ટમ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. સ્માર્ટફોન ઈચ્છુક ગ્રાહકો માટે એમેઝોન ઈન્ડિયા, ફ્લિપકાર્ટ અને સેમસંગ ઈન્ડિયાની વેબસાઈટ પર મોજૂદ છે.

આ પણ જુઓઃ Happy Birthday : વિજય રૂપાણીની રાજકીય કારર્કિદી જુઓ તસવીરોમાં

ફોનને સેમસંગ ઓપેરા હાઉસ અને રિટેલ સ્ટોર્સથી પણ ખરીદી શકાય છે. Samsung Galaxy A80 પર સંપની સિટીબેન્કના ક્રેડિટ કાર્ડથી ખરીદો તો 5 ટકા કેશબેક આપી રહી છે. સેમસંગ ઈન્ડિયાની વેબસાઈટ પર પણ સ્માર્ટફોન પર 3 હજારનું વધારાનું એક્સચેન્ડ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. તો ફ્લિપકાર્ટ પર એક્સિક બેન્કના ક્રેડિત કાર્ડ પર 5 ટકાનું કેશબેક મળી રહ્યું છે. એમેઝોન પર એચડીએફસી બેન્કના ડેબિટ કાર્ડ પર 5 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.


samsung amazon flipkart tech news