Alert! USB ચાર્જિંગ પોર્ટથી થઈ શકે છે તમારું બેંક અકાઉન્ટ ખાલી

14 December, 2019 06:52 PM IST  |  Mumbai Desk

Alert! USB ચાર્જિંગ પોર્ટથી થઈ શકે છે તમારું બેંક અકાઉન્ટ ખાલી

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે તમારા સ્માર્ટફોનને ચાર્જમાં લગાવશો અને તમારી અંગત માહિતીઓની સાથે-સાથે તમારા બૅંક અકાઉન્ટ પણ ખાલી થઈ જશે? જો, તમને આ વાતનો અંદાજો નથી તો અમે તમને જણાવીએ કે સ્માર્ટફોન માટે ઉપયોગ થનારા ડેટા કેબલ દ્વારા તમારું બેન્ક અકાઉન્ટ ખાલી થઈ શકે છે. તાજેતરમાં જ દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર બૅન્ક SBIએ પોતાના ગ્રાહકોને ચેતવ્યા છે કે તમે તમારા સ્માર્ટફોનને ચાર્જમાં લગાડતાં પહેલા રહો સાવધાન, નહીં તો તમે ઑનલાઇન ફ્રૉડના શિકાર થઈ શકો છો.

ભારતીય સ્ટેટ બૅન્કે પોતાના ગ્રાહકોને આ ખતરનાર સાઇબર ક્રાઇમ વિશે ચેતવણી આપતાં ટ્વીટ કર્યું અને કહ્યું, USB ચાર્જિંગ કેબલના માધ્યમથી હેકર્સ તમારા સ્માર્ટફોનને કન્ટ્રોલ કરી શકો છો અને તમે ઑનલાઇન ફ્રોડના શિકાર બની શકો છો. તમે પણ વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે શક્ય બની શકે છે. જણાવીએ કે સાઇબર ક્રાઇમ કરનારા હેકર્સ ચાર્જિંગ સ્ટેશન્સ જેવા મેટ્રો કે ટ્રેનમાં ઉપલબ્ધ USB સૉકેટ, કારના ચાર્જિંગ પોર્ટ વગેરે પર ઑટો ડેટા ટ્રાન્સફર ડિવાઇસ ફિટ કરી દે છે. આ ડિવાઇસ માર્કેટમાં મળે છે. આ ડિવાઇસની મદદથી તમે સ્માર્ટફોનનો ડેટા હેકર્સ દ્વારા લોકેટ કરવામાં આવેલા સર્વરમાં સ્ટોર થાય છે.

જેવી રીતે તમે તમારા સ્માર્ટફોનને આ ચાર્જિંગ સ્ટેશન પર લગાડો છો, તમારા સ્માર્ટફોનમાં રહેલી તમારી અંગત માહિતીઓને હેકર્સ આ ઑટો ડેટા ટ્રાન્સફર ડિવાઇસ દ્વારા સ્ટોર કરી લે છે. તમારી અંગત માહિતીઓમાં તમારા બૅન્કની માહિતીઓ પણ સામેલ થઈ શકે છે. તમારી અંગત માહિતીઓની મદદથી તે તમારા મોબાઇલમાં લાગેલા સિમ કાર્ડને પણ ક્લોન કરી શકે છે અને SIM Swapને અજામ આપતાં અકાઉન્ટને ખાલી કરી શકે છે.

આ પણ વાંચો : Divyanka Tripathi: જુઓ આ સીધી સાદી વહુનો છે આટલો મૉર્ડન અંદાજ

તમે પણ આ રીતે ઑનલાઇન ફ્રૉડથી બચવા માટે નીચે આપેલા નિર્દેશોનું પાલન કરી શકો છો.
કોઇપણ પબ્લિક પ્લેસ કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં USB પોર્ટ દ્વારા ફોનને ચાર્જ કરવાથી બચો.
ફોનની સાથે ચાર્જર કે પાવર બૅન્ક લઈને જાઓ જેથી તમારે પબ્લિક પ્લેસપર ઉપલબ્ધ ચાર્જિંગ પૉઇંટમાં તમારા ફોનને ચાર્જ કરવાની જરૂર ન પડે.
જો, તમે કોઇપણ પબ્લિક પ્લેસ પર ફોન ચાર્જ કરવા માગો છો તો તમે પોતાના ફોનના ચાર્જર દ્વારા જ ચાર્જ કરવું. USB કેબલ દ્વારા ક્યારેય ફોન ચાર્જ ન કરવું.
કોઇપણ અજાણ્યા વ્યક્તિના લેપટૉપ કે PCની મદદથી પણ પોતાના ફોનને ચાર્જ ન કરવું.
કોઇ અજાણ્યા વ્યક્તિના કારથી જો તમે ટ્રાવેલ કરી રહ્યા છો તો ફોનને કારમાં ચાર્જમાં ન લગાડવું.
કોઇપણ પ્રકારના શંકાની સ્થિતિમાં તમે તમારી બૅન્કને આગાહ કરવું અને પોતાના બૅન્ક અકાઉન્ટના પાસવર્ડને સમયે-સમયે બદલાવતાં રહેવું જોઇએ.

state bank of india tech news technology news Crime News