Realme XTનો ભારતમાં પહેલો સેલ સોમવારથી ફ્લિપકાર્ટ પણ થશે શરૂ, આ છે ઑફર

14 September, 2019 03:17 PM IST  |  મુંબઈ

Realme XTનો ભારતમાં પહેલો સેલ સોમવારથી ફ્લિપકાર્ટ પણ થશે શરૂ, આ છે ઑફર

Realme XTનો ભારતમાં પહેલો સેલ સોમવારથી ફ્લિપકાર્ટ પણ થશે શરૂ

Realme XT સ્માર્ટ ફોન ભારતમાં લોન્ચ થઈ ગયો છે. 20, 000 રૂપિયાના પ્રાઈઝ સેગમેન્ટમાં કંપની પોતાનો પહેલો પ્રાઈમરી સેન્સર વાળો સ્માર્ટફોન લઈને આવી છે. જો તે Realme XT ખરીદવાની રાહ જોઈ રહ્યા છો તો, તમને જણાવી દઈએ કે આ ફોન માટે સેલ સોમવારથી શરૂ થઈ રહ્યો છે. Realme XT સેલ માટે પહેલી વાર 16 સપ્ટેમ્બરે ઉપલબ્ધ થશે. સેલ બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ અને કંપનીની આધિકારીક વેબસાઈટ પર શરૂ થશે. ગ્રાહકોને Realme XTમાં 3 રેમ અને સ્ટોરેજના વિકલ્પ મળશે.

Realme XTના બેઝિક મોડેલમાં 64જીબી સ્ટોરેજ અને 4 જીબી રેમ સાથે 15, 999 માં મળી રહ્યો છે. તેનું મિડ વેરિએન્ટ 64 જીબી સ્ટોરેજ અને 6જીબી રેમ સાથે 16,999માં આવે છે. ત્યાં જ, તેનું ટૉપ વેરિએન્ટ 128જીબી અને 8 જીબી રેમ સાથે આવે છે. Realme XTમાં બે કલર પર્લ વ્હાઈટ અને પર્લ બ્લ્યૂ ઉપલબ્ધ છે.

આ છે લૉન્ચ ઑફર્સ
Realme XTના લૉન્ચ ઑફર્સની વાત કરીએ તો, ખરીદી કરનારને સેલમાં ખરીદી કરતા પહેલા 6 મહિનામાં ફ્રી વન ટાઈમ રીપ્લેસમેન્ટ મળી રહ્યું છે. અન્ય ઑફર્સમાં નો કોસ્ટ EMI, પેટીએમ અને મોબિક્વિકમાં પેમેન્ટ ઑફર આપવામાં આવી રહા છે.

આ પણ જુઓઃ જ્યારે ઓજસ રાવલે ટોરેન્ટોની ધરતી સજીવન કર્યા ગાંધીજીને....

Realme XT સ્પસિફિકેશન્સ
ફોનમાં 6.4 ઈંચ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. પર્ફોર્મન્સ માટે ફોનમાં ક્વૉલકૉમ, સ્નેપડ્રેગન ચિપસેટ છે. 4000mAhની બેટરી છે. ફોનમાં રેરમાં ક્વેડ કેમેરા સેટઅપ પણ આપવામાં આવ્યું છે.ફોન એંડ્રોઈડ 9 પાઈ કલરઓએસ 6 પર કામ કરે છે.

flipkart tech news