ભારતનો પહેલો 64MP કેમેરાવાળો Realme XT ફોન થયો લોન્ચ,શું છે ખાસ ફિચર્સ?

13 September, 2019 01:27 PM IST  | 

ભારતનો પહેલો 64MP કેમેરાવાળો Realme XT ફોન થયો લોન્ચ,શું છે ખાસ ફિચર્સ?

Realme XTને આજે ભારતમાં લોન્ચ કરવામાં આવી રહ્યો છે. Realmeએ નવી દિલ્હીમાં લોન્ચ માટે ખાસ ઈવેન્ટનું આયોજન કર્યું છે. Realme XTભારતનો પહેલો 64 મેગાપિક્સલ વાળો સ્માર્ટફોન છે. હાલમાં જ Realme XTને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને હવે ભારતમાં લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ ઈવેન્ટમાં Realmeએ નવા વાયલેસ હેડફોન અને પાવર બેન્કને પણ લોન્ચ કરી છે.

Realme XTના લોન્ચની ઈવેન્ટ Youtube પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવી હતી. Realme XTની પ્રારંભિક કિંમત 15,999 રૂપિયા રાખવામાં આવી છે. Realme XTમાં ગ્રાહકોને પર્લ બ્લૂ અને પર્લ વ્હાઈટ કલર ઓપ્શન આપવામાં આવશે. 64 મેગાપિક્સલ કેમેરાવાળો સ્માર્ટફોન એન્ડ્રોઈડ પાઈ 9 બેઝ્ડ ColorOS 6 પર ચાલશે અને ફોનમાં વોટરડ્રોપ નૉચ સાથે 6.4 ઈંતની ફૂલ HD+ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સાથે જ ગોરિલા ગ્લાસ 5નું પ્રોટક્શન ફ્રન્ટ અને બેકસાઈડ આપવામાં આવશે ફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: iPhone 11ની આ રીતે ઉડી મજાક, મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો

Realme XTમાં 4GB/64GB, 6GB/64GB અને 8GB/128GB વેરિયન્ટ સાથે ક્વોલકૉમ સ્નેપડ્રેગન 712 પ્રોસેસર આપવામાં આવશે. ફોનની ખાસિયત છે ફોનનો કેમેરા. ફોટોગ્રાફી માટે ફોનમાં રિયરમાં ક્વોડ કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે. આ મોડ્યુલમાં 64 મેગાપિક્સલ સેમસંગ ISOCELL Bright GW1 સેંસર, 8MP વાઈડ એન્ગર કેમેરા, 2 મેગા પિક્સલ મેક્રો કેમેરા અને 2 મેગાપિક્સ ડેપ્થ સેંસર કેમેરા આપવામાં આવશે. ફોનમાં 16 મેગાપિક્સનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. ફોનની બેટરી 4,000MAHની રહેશે જેમાં 20W VOOC 3.0 ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

tech news gujarati mid-day