Popular Google Doodle Games: આજે તમારી માટે પ્રસ્તુત છે મ્યૂઝિકલ ગેમ

29 April, 2020 03:00 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Popular Google Doodle Games: આજે તમારી માટે પ્રસ્તુત છે મ્યૂઝિકલ ગેમ

ગૂગલ

લૉકડાઉન દરમિયાન ગૂગલે ડૂડલ દ્વારા લોકોનો સમય પસાર કરવા માટે એક નવું પ્રયોજન શરૂ કર્યું છે. જેથી તે ઘરમાંથી બહાર નીકળ્યા વગર જ ઘરમાં રહીને ગેમિંગનો આનંદ માણી શકે. Google આ મોહિમ 7 દિવસ સુધી જાળવી રાખશે. છેલ્લે ગૂગલે કૉડિંગ અને ક્રિકેટ જેવી લોકપ્રિય રમતો માટે ડૂડલ બનાવ્યું હતું. તો આજે આ સીરીઝનો ત્રીજો દિવસ છે અને કંપનીએ મ્યૂઝિકલ ડૂડલ બનાવ્યું છે જેમાં યૂઝર્સ Fischinger ગેમ રમી શકે છે.

Google Doodleના મ્યૂઝિકલ ગેમ Fischingerની વાત કરીએ તો આ રમવી ખૂબ જ સરળ છે અને યૂઝર્સને આ રમત રમવામાં ખૂબ જ આનંદ આવશે. આમાં અનેક કૉલમ આપવામાં આવી છે અને તમને પોતાની ગમતી કૉલમ પર ક્લિક કરવાનું છે. દરેક કૉલમમાં તમને જૂદું જૂદું મ્યૂઝિક સંભળાશે. તમે ઇચ્છો તો આને બદલી પણ શકો છો.

જણાવીએ કે Fischinger ગેમને Oskar Fischingerની 117મી વર્ષગાંઠના અવસરે રજૂ કરી હતી. Oskar Fischinger મ્યૂઝિકલ ક્ષેત્રની એક દિગ્ગજ તેમજ જાણીતી હસ્તી છે જેમણે મ્યૂઝિકના ક્ષેત્રમાં અનેક મોટા ફેરફાર કર્યા છે. મ્યૂઝિકના ક્ષેત્રમાં આપવામાં આવેલું સૌથી મોટો એવૉર્ડ Oskar પર તેમને સમર્પિત છે.

Google Doodleની મ્યૂઝિકલ ગેમ Fischinger શરૂઆતમાં તમને થોડી મુશ્કેલ લાગી શકે છે પણ થોડી વાર રમ્યા પછી આ તમને સરળતાથી સમજાશે. ત્યાર પછી તમને ગમશે પણ. ઉલ્લેખનીય છે કે Google એ કોરોના વાયરસને કારણે લૉકડાઉન દરમિયાન કંટાળાને દૂર કરવા આ મોહિમ શરૂ કરી છે. આ મોહિમ શરૂ કરવાનો મૂળ હેતુ લોકોનો કંટાળો દૂર કરવાનો છે.

tech news technology news google